વાવેતર:ગત વર્ષ કરતાં 7%વધુ વરસાદ છતાં વાવેતર 22.61% ઓછું

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં ગત વર્ષે 92200 હેક્ટર વાવેતર સામે ચાલુ સાલે 71357 હેક્ટરમાં જ વાવણી થઇ શકી
  • ​​​​​​​જિલ્લામાં​​​​​​​ 12 જુલાઇની સ્થિતિએ ગત વર્ષે 125 મીમી સામે ચાલુ સાલે 134 મીમી વરસાદ મળ્યો

મહેસાણા જિલ્લામાં ગત વર્ષ કરતા 7 ટકા વધુ વરસાદ છતાં 22.61 ટકા વાવેતર હોવાનું નોંધોં છે. કારણ છે અનિયમિત વરસાદ. જિલ્લામાં ગત વર્ષે 92200 હેક્ટર વાવેતર સામે આ વર્ષે 71537 હેક્ટરમાં જ વાવણી થઇ શકી છે. જિલ્લામાં આ વર્ષે કપાસમાં 35708, ઘાસચારમાં 15157, મગફળીનું 13187 હેક્ટરમાં અને શાકભાજીનું 5689 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે.

મહેસાણા જિલ્લામાં 12 જુલાઇની સ્થિતિએ ગત વર્ષે સરેરાશ 125 મીમી વરસાદ સામે ચાલુ સાલે 134 મીમી વરસાદ વરસી ચૂક્યો છે. ગત વર્ષે ઓછો વરસાદ હોવા છતાં 92200 હેક્ટરમાં વાવેતર થયું હતું, જે ચાલુ સાલે 71357 હેક્ટરમાં વાવેતર થઇ શક્યું છે. ગત વર્ષ કરતાં 7% વધુ વરસાદ છતાં વાવેતર 22.61% ઓછું રહેવા પાછળનું કારણ વરસાદની અનિયમિતા છે. એક્સપર્ટના મતે પહેલાં વગર વરસાદે વાવતેર ધીમું પડ્યું હતું. હવે સતત વરસાદના કારણે વાવેતર ધીમું પડ્યું છે.

જોકે, ખેડૂતોને વરાપનો સમય મળી જશે એટલે વાવેતરની ઘટ પૂરી થઇ જશે. અત્યાર સુધીમાં મુખ્ય પાકોનું કપાસનું 35708 હેક્ટરમાં, ઘાસચારાનું 15157 હેક્ટરમાં, મગફળીનું 13187 હેક્ટરમાં અને શાકભાજીનું 5689 હેક્ટરમાં વાવેતર થયું છે.

અન્ય સમાચારો પણ છે...