તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામીન નામંજૂર:ઘીમાં ભેળસેળ મામલામાં પ્લાન્ટ અધિકારીના આગોતરા જામીન રદ

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા દૂધસાગર ડેરીનું વિવાદાસ્પદ પ્રકરણ
  • પુન્હા પ્લાન્ટના ઇન્ચાર્જ અશોક રાવની જામીન અરજી ફગાવી

મહેસાણા દૂધસાગર ડેરીના ભેળસેળ ઘી મામલે પુન્હાના પ્લાન્ટ અધિકારી અશોક રાવે મૂકેલી આગોતરા જામીન અરજી મહેસાણા સેસન્સ કોર્ટે રદ કરવા આદેશ કર્યો હતો. મહેસાણા દૂધસાગર ડેરીના બે ટેન્કર રાજસ્થાન પોલીસે ઝડપ્યા બાદ ભેળસેળિયા ઘીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. મહેસાણા શહેર બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અંતર્ગત ડેરીના વા.ચેરમેન સહિતની પોલીસ ધરપકડ કરી છે, ત્યારે પોલીસ તપાસમાં પુન્હાના જે પ્લાન્ટમાં ભેળસેળિયું ઘી બનતું હતું ત્યાંથી પોલીસે મશીનો ખોલીને ઘીના નમૂના લીધા હતા.

આ વિવાદાસ્પદ પ્લાન્ટના ઇ.અધિકારી અશોક રાવની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તે સંજોગોમાં ધરપકડના ડરથી ભૂગર્ભમાં ઉતરી ગયેલા અશોક રાવે મહેસાણા સ્પે. એસીબી કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી. જેમાં સ્પેશિયલ સરકારી વકીલ વિજય બારોટની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આગોતરા રદ કરવા આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો