તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇમપેક્ટ:આસોડા ગામના પાૈરાણિક મહાદેવ મંદિરની હાલત સુધારવા યાત્રાધામ વિભાગે 32.41 લાખ ફાળવ્યા

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવ્ય ભાસ્કરે ચોમાસામાં મંદિરમાં પડતાં વરસાદનો અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ નિર્ણય

વિજાપુર તાલુકાના અાસોડા ગામના પાૈરાણિક મહાદેવ મંદિરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ઉતરતું હોવાનો દિવ્ય ભાસ્કર દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો. અા સાથે સરકારે મંદિરનો સર્વે અને મંજૂરીની લાંબી પ્રક્રિયા બાદ રાજ્યના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂ.32.41 લાખ ફાળવાયા છે.

અાસોડા ગામના જશમલ નાથજી મહાદેવ મંદિરમાં છેલ્લા 15 વર્ષથી ચોમાસા દરમિયાન વરસાદી પાણી મંદિરમાં ઉતરતાં 800 વર્ષ જૂના અા મંદિરને નુકસાન થઇ રહ્યાનો અહેવાલ દિવ્ય ભાસ્કરે 12 ફેબ્રુઅારી 2019અે પ્રસિદ્ધ કર્યો હતો. ગામના અગ્રણી પ્રવિણભાઇ જોશીઅે કહ્યું કે, અહેવાલ પ્રસિદ્ધ થતાં મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા મંદિરનો સર્વે હાથ ધરાયો હતો.

સર્વે અને મંજૂરીની લાંબી પ્રક્રિયા બાદ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડઅે ગત27 નવેમ્બર 2020 ના રોજ રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગના સેક્શન અધિકારીને પત્ર લખી જાણ કરી હતી કે, સુપ્રિન્ટેન્ડિંગ અાર્કિયોલોજિસ્ટ દ્વારા મંદિરના સંરક્ષણ માટે રૂ.32.41 લાખ સુધીનો ખર્ચ કરવાની મંજૂરી અાપી હોઇ કોડલ ફોરમાલિટીસ પૂર્ણ થયા બાદ કામ શરૂ કરવા જાણ કરી હતી. બીજી બાજુ ચોમાસુ સામે પગલે છે ત્યારે કોરોના મહામારીને લઇ અટવાયેલું મંદિરના સંરક્ષણનું આ કામ ઝડપી શરૂ થાય તેવી ગ્રામજનોની માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...