સુધારણા ઝુંબેશ:મહેસાણા જિલ્લામાં મતદાર યાદી સુધારણામાં એક જ દિવસમાં 13,761 ફોર્મનો ઢગલો

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં મતદાર બનવા 60 ટકા એટલે કે 8765 યુવાનોએ ફોર્મ ભર્યાં
  • સૌથી વધુ ફોર્મ વિસનગરમાં 3217 અને સૌથી ઓછા મહેસાણામાં 1182 નોંધાયાં

મહેસાણા જિલ્લામાં નવેમ્બર દરમિયાન હાથ ધરાયેલી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશના પ્રથમ રવિવારે એક જ દિવસમાં 7 વિધાનસભા વિસ્તારના 1865 બુથમાં મતદાર યાદીમાં નામ દાખલ કરવા, નામ કમી કરવા, વિગતો સુધારવા, ભાગ બદલવા માટે કુલ 13,761 નાગરિકોના ફોર્મનો ખડકલો થયો છે. જેમાં સૌથી વધુ નવા મતદાર બનવા માટે મતદાર યાદીમાં નામ નોંધાવવા 8765 યુવાનોએ ફોર્મ નં.6 ભરી જમા કરાવ્યું છે. ઉલ્લેખનિય છે કે, એક દિવસમાં ચૂંટણી તંત્રમાં કુલ નોંધાયેલા ફોર્મ પૈકી નામ દાખલ કરવા યુવાનોનું પ્રમાણ 60 ટકા જેટલું રહ્યું છે.

જિલ્લામાં વિધાનસભા દીઠ ભરાયેલાં ફોર્મની વિગત

વિધાનસભાદાખલકમીસુધારોફેરફારકુલ
ખેરાલ114819027581621
ઊંઝા11062873431321868
વિસનગર2327359418133217
બહુચરાજી1222470465192176
કડી1325168259641816
મહેસાણા5452173121081182
વિજાપુર1092374371441881
કુલ87652,065244348813761
અન્ય સમાચારો પણ છે...