મહેસાણા તાલુકામાં થોડા સમય અગાઉ વ્યાજ ખોરોના ત્રાસના કારણે યુવકે આપઘાત કરી મોત વ્હાલું કર્યું હતું. જે કેસમાં પરિવારજનોએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.આ કેસમાં મહેસાણા તાલુકા પી.આઈ આર.એસ.પરમારે અને તેમના પી.એસ.આઈ બી.એમ પટેલે વ્યાજ ખોરો વિરુદ્ધ તપાસ કરવામાં બેદરકારી રાખતા આખરે બંનેને સસ્પેન્ડ કરી દેવાની વિગતો સામે આવી છે. મહેસાણા જિલ્લા પોલીસ બેડમાં સમગ્ર મામલે ખળભળાટ મચી જવા પામ્યો છે.
બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવી
મહેસાણા તાલુકાના પોલીસ મથકમાં થોડા દિવસ અગાઉ આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં વ્યાજખોરો વિરુદ્ધ તપાસ દરમિયાન મહેસાણા તાલુકા પી.આઈ આર.એસ.પરમાર અને પી.એસ.આઈ બી એમ પટેલને બેદરકારી દાખવી હતી. જે મામલે બને પોલીસ અધિકારીઓને હાલમાં તો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
સમગ્ર મામલે વધુ પૂછપરછ માટે મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીને ફોન કરતા તેઓએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. તેમજ મહેસાણા ડિવિઝન ડી.વાય.એસ.પી આર.આઈ દેસાઈએ પણ ફોન ઉપાડયા નહોતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.