આયોજન:મહેસાણા ફાયર સ્ટે.માં ભરતીમાં 445 ઉમેદવારોની 4 ડિસેમ્બરે શારીરિક કસોટી

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકા દ્વારા ઉમેદવારોને કોલ લેટર રવાના કરાયા
  • ઉમેદવારો પાલિકા વેબસાઇટથી પણ કોલલેટર ડાઉનલોડ કરી શકશે

મહેસાણામાં જિલ્લાકક્ષાના ફાયર સ્ટેશનમાં વિવિધ કેડરમાં ચાલતી ભરતી પ્રક્રિયા પૈકી ત્રણ કેડરના કુલ 445 ઉમેદવારોની આગામી 4 ડિસેમ્બરે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં શારિરીક કસોટી લેવામાં આવશે. પાલિકા દ્વારા તમામ 445 ઉમેદવારોને કોલલેટર રવાના કરાયા હતા. ચીફઓફીસર અલ્પેશભાઇ પટેલે કહ્યુ કે, ઉમેદવાર નગરપાલિકાની વેબસાઇટ ઉપરથી પણ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.

ફાયર વિભાગમાં સ્ટેશન ફાયર ઓફીસરની જગ્યા માટે 17 ઉમેદવાર, ડ્રાઇવર કમ પંપ ઓપરેટરની જગ્યાઓ માટે 124 ઉમેદવાર અને ફાયરમેન કમ ડ્રાઇવરની જગ્યાઓ માટે 304 ઉમેદવાર મળીને કુલ 445 ઉમેદવારોની આગામી 4 ડિસેમ્બરે શારિરીક કસોટી યોજાશે.જેમાં ઉતિર્ણ થતાં ઉમેદવારોની પછી લેખિત પરીક્ષા લેવાશે.

શારીરિક કસોટી આ રીતે લેવાશે
હોઝ પાઇપ સાથે / વજન ઉંચકીને 50 મીટરની દોડ- 15 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે, 400 મીટરની સામાન્ય દો- 150 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે. રસ્તો પકડીને ઉપર ચઢવાનું - 5 મીટર, લાંબી કૂદ- 3 મીટર
ઉંચી કૂદ - 1 મીટર, તરણ 100 મીટર - 300 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે

અન્ય સમાચારો પણ છે...