મહેસાણા જિલ્લામાં બુધવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સવારે કૃષિવિદ્યા તેમજ પશુપાલન અને ડેરી વિજ્ઞાન તેમજ બપોરે તત્વજ્ઞાનની પરીક્ષામાં કુલ 11,144 પરીક્ષાર્થી પૈકી 11056એ પરીક્ષા આપી હતી. જ્યારે તત્વજ્ઞાનમાં 139 પરીક્ષાર્થી ગેરહાજર રહ્યા હતા. પરીક્ષા આપી કેન્દ્રની બહાર નીકળતા સામાન્ય પ્રવાહના પરીક્ષાર્થીઓના ચહેરા પેપર સરળ નીકળ્યું હોઇ હરખાયેલા જોવા મળ્યા હતા. પાઠ્યપુસ્તક આધારે પ્રશ્નો હોઇ પેપર એકંદરે સહેલું હોવાના પ્રતિભાવો વિદ્યાર્થીઓએ વ્યકત કર્યા હતા. જિલ્લામાં બુધવારે પણ ગેરરીતિનો એકપણ કેસ નોંધાયો ન હતો. જ્યારે પાટણમાં 3 શિક્ષકો ફરજમાં હાજર ન રહેતાં નોટિસ અપાઇ હતી.
એ થી ઇ સુધીના તમામ વિભાગમાં પ્રશ્નો સરળ
પેપરમાં એ થી ઇ સુધીના તમામ વિભાગમાં પ્રશ્નો સરળ હતા. ત્રણ કલાકની સમય મર્યાદામાં એવરેજ વિદ્યાર્થીઓ પેપર સોલ્વ કરી શકે તેવું હતું. હોશિયાર વિદ્યાર્થીઓ તત્વજ્ઞાનમાં સારો સ્કોર મેળવશે. વૈકલ્પિક, ટૂંકા પ્રશ્નો અને નિબંધલક્ષી પ્રશ્નો પણ સમજીને લખી શકાય તેવા હોઇ એવરેજ વિદ્યાર્થી માટે પેપર સરળ કહી શકાય.> કાન્તિભાઇ ચૌધરી, વિષય શિક્ષક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.