આયોજન:ગણપત યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટી દ્વારા ફાર્મા એચઆર કોન્કલેવ 2021 યોજાયો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 ફાર્મા કંપની સાથે 25 એચઆર નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા

ગુજરાત રાજય ફાર્મસી કાઉન્સિલના સહયોગથી ગણપત યુનિવર્સિટીની કોલેજ એસ.કે.પટેલ કોલેજ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન અને રિસર્ચ દ્વારા તાજેતરમાં એક દિવસીય ગુનીફાર્મા એચઆર કોન્કલેવ-2021નું આયોજન કરાયું હતું. ઈમ્પોવાઈઝિંગ એકેડેમિયા વીથ ફયુચરિસ્ટિક વિઝન ઓફ ઈન્ડસ્ટ્રી એકસપેકેટેશન વિષય ઉપરના આ કોન્કલેવમાં 16 ફાર્માસ્યુટિકલ કંપની, વિવિધ ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીના 25 એચઆર પ્રતિનિધિઓ, કોલેજના પ્રધ્યાપકો, 60 વિદ્યાર્થીઓએ હાજર રહ્યા હતા.

યુનિવર્સિટીની ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ અને એકિઝ ડીન પ્રો. ર્ડા.એસ.એસ. પંચોલીએ કોન્કલેવના ઉદ્ઘાટન સમારંભમાં આયોજનની ભૂમિકા સમજાવી મહેમાનોનો પરિચય કરાવી આવકાર્યા હતા. યુનિવર્સિટીના પેટ્રન ઈન ચિફ અને પ્રોસિડેન્ટ પદ્મ શ્રી ગણપતભાઈ પટેલ, યુનિ.ના ડાયરેક્ટર જનરલ અને પ્રો. ચાન્સેલર ર્ડા. મહેન્દ્રભાઈ શર્મા, ગુજરાત કેમિકલ એસોસિએશનના પ્રમુખ જયમીન વસા, ટ્રોઈકા ફાર્માસ્યુટિકલ કંપનીના એચઆર ડિપાર્ટમેન્ટના સિનિયર વાઈસ પ્રેસીડેન્ટ ર્ડા.કે.એમ. રામચંદ્રન, ઈન્ડિયન ડ્રગ મેન્યુફેકચરર્સ એસોસિએશનના સિનિયર વાઈરસ પ્રેસીડેન્ટ ર્ડા. વિરંચી શાહ, ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ ર્ડા.મોન્ટુકુમાર પટેલ કોન્કલેકમાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વકતવ્યો રજૂ કરી માહિતી પુરી પાડી વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.યુનિ.ના રિસર્ચ ડાયરેક્ટર ર્ડા. અજય ગુપ્તા અને પ્લેસમેન્ટ ડાયરેક્ટર ર્ડા. કિશોર બારડેએ મંતવ્યો રજૂ કર્યા હતા. કાર્યક્રમના કો-ઓર્ડિનેટર પ્રો. ર્ડા. એસ.એ. પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...