દારૂ પરમીટ:મહેસાણા જિલ્લામાં 360 સર્ટિફાઇડ દારૂ પીનારા વચ્ચે 3 વિદેશી લોકોને પણ પરમિશન

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 થી 5 વર્ષની મર્યાદા સુધી અપાય છે પરમીટ
  • જિલ્લામાં માત્ર 1 લિકર શોપ

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. દારૂનો જથ્થો પકડાવાથી લઈને, દારૂની મહેફિલો પર દરોડાથી લઈને અનેક પુરાવા રોજબરોજ મળતા હોય છે અને હવે તો દારૂ પીવાની પરમિશન માંગનારાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. મહેસાણા જિલ્લામાં આવેલા નશાબંધી વિભાગની મુલાકાત કરતા જિલ્લામાં 40થી વધુ વયના કુલ 360 જેટલા લોકો આરોગ્ય સંબંધિત બાબતે સરકારી તબીબનું સર્ટી મેળવી દારૂના સેવન માટે પરમીટ લઈ બેઠા છે. જેમાં 40થી 50 વર્ષના લોકોને 3 વર્ષ, 50થી 65 વયના માટે 4 વર્ષ અને 65થી ઉપરની વયના લોકો માટે 5 વર્ષની મર્યાદામાં દારૂના સેવન માટેની પરમીટ આપવામાં આવી છે.

મહેસાણા જિલ્લામાં સામન્ય રોતે રોજ લાખો રૂપિયાના દારૂનું ખાનગી રાહે કોઈ જ પરમીટ વિના જ લોકો સેવન કરી રહ્યા છે. તો ક્યાંક લાખો રૂપિયાનો દારૂ પણ મહેસાણા જિલ્લામાંથી પોલીસ ઝડપી પાડે છે. મહેસાણા જિલ્લામાં આવેલા નશાબંધી વિભાગની મુલાકાત કરતા જિલ્લામાં 40થી વધુ વયના કુલ 360 જેટલા લોકો આરોગ્ય સંબંધિત બાબતે સરકારી તબીબનું સર્ટી મેળવી દારૂના સેવન માટે પરમીટ લઈ બેઠા છે. જેમાં 40થી 50 વર્ષના લોકોને 3 વર્ષ, 50થી 65 વયના માટે 4 વર્ષ અને 65થી ઉપરની વયના લોકો માટે 5 વર્ષની મર્યાદામાં દારૂના સેવન માટેની પરમીટ આપવામાં આવી છે. જિલ્લામાં અનેક એવી નામાંકિત ફેકટરીઓ-કંપનીઓ છે. જેમાં વિદેશી લોકો કામકાજ અર્થે જોડાયેલા છે અને તેમના માટે દારૂનું સેવન અનિવાર્ય બન્યું છે. તેવા લોકો પૈકીના માત્ર 3 વિદેશી નાગરિકોએ દારૂના સેવનની પરમીટ અપાઇ છે.

વર્ષોથી ચાલતી લિકર શોપમાંથી દારૂના વેચાણ સંબંધિત માહિતીના અનેક રહસ્ય વચ્ચે અધિકારીનું મૌન
મહેસાણા જિલ્લામાં વર્ષે અનેક લોકો સર્ટિફાઇડ થઈ દારૂનું સેવન માટે પરમીટ લેતા હોય છે. જેમને અમદાવાદ હાઇવે પર આવેલા શંકુઝ ખાતેની અધિકૃત લિકર શોપમાંથી દારૂ ખરીદવાનો હોય છે. જોકે, આ લિકર શોપમાંથી કેટલો દારૂ વેચાય છે અને કઈ કેટેગરીમાં કેટલા લોકોએ પરમીટ લીધેલી છે. જે સંબંધિત માહિતી માટે મહેસાણા નશાબંધી અધિકારીએ મૌન સેવ્યું હતું.

નશાબંધી અધિકારીના જણાવ્યા પ્રમાણે, છેલ્લા કેટલાય સમયથી કોઈ પણ મહિલાએ આ મામલે અરજી કરી નથી. તેમજ હાલમાં મહેસાણા જિલ્લામાં કુલ 360 સ્થાનિક લોકો અને 3 વિદેશી લોકોને દારૂ પીવાની 3 વર્ષની પરમીટ અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...