સેવાનું એક વર્ષ પૂર્ણ:મહેસાણા શહેરમાં સીટી બસ સેવા શરૂ થયાને એક વર્ષ પૂર્ણ થતા આવતીકાલે લોકો વિનામૂલ્યે મુસાફરી કરી શકશે

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા શહેરમાં 5 સપ્ટેમ્બર 2021ના રોજ મહેસાણા સીટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શહેરમાં આઠ રૂટનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેને લઈ આવતી કાલે એટલેકે સોમવારે સીટીબસ શરૂ કરે એક વર્ષ પૂર્ણ થતાં મહેસાણાની તમામ જનતા માટે કાલે સીટી બસમાં મુસાફરી વિના મૂલ્યે કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.

મહેસાણા શહેરમાં ગત વર્ષ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે શહેરમાં 8 સીટી બસ શરૂ કરવામાં આવી હતી. જેને આવતીકાલે એટલે કે 5 સપ્ટેમ્બર 2022ના રોજ એક વર્ષ પૂર્ણ થતાં મહેસાણા પાલિકાએ આવતી કાલે તમામ લોકો સિટિબસ માં વિના મૂલ્યે મુસાફરી કરી શકે એવો નિર્ણય કરવામાં આવ્યો છે.

મહેસાણા શહેરમાં ચાલતી સીટી બસમાં આમ તો માત્ર મહિલાઓ માટે મુસાફરી ફ્રી છે ત્યારે આવતી કાલે બસ શરૂ થયે એક વર્ષ થતા કાલે તમામ જનતા વિના મૂલ્યે સીટી બસમાં મુસાફરી કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...