તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:મહેસાણાનાં 5 સેન્ટરો ડોઝ ખૂટતાં બપોરે 2 વાગ્યા પછી બંધ કરાતાં લોકોને ધક્કો પડ્યો

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પિલાજીગંજ ડોસાભાઇની ધર્મશાળા - Divya Bhaskar
પિલાજીગંજ ડોસાભાઇની ધર્મશાળા
  • સિવિલ, વિવેકાનંદ સ્કૂલ, પરા, પિલાજીગંજ અને રાધનપુર રોડ પર કેમ્પમાં સવારથી લાઇનો લાગી
  • 18 થી 44 વર્ષ માટે 100-100 ડોઝ, જ્યારે 45થી વધુ વય માટે 50-50 ડોઝ ફાળવાયાં હતાં

મહેસાણા જિલ્લામાં શનિવારે 122 સેન્ટર પર વેક્સિનેશન હાથ ધરાયું હતું. જે પૈકી મહેસાણા શહેરના 5 સેન્ટરો પર બીજા દિવસે પણ મર્યાદિત ડોઝ વચ્ચે વેક્સિનેશન હાથ ધરાતાં બપોરે 2 વાગ્યા સુધીમાં ડોઝ પૂરા થઇ ગયા હતા. જેના કારણે સવારથી લાઇનમાં ઉભેલા લોકોને ધક્કો પડ્યો હતો.મહેસાણા શહેરની સિવિલ હોસ્પિટલ, જેલ રોડ પરની વિવેકાનંદ સ્કૂલ, પરા પંખીઘર, પિલાજીગંજમાં ડોસાભાઇની ધર્મશાળા અને રાધનપુર રોડ પર ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે વેક્સિનેશન કેમ્પ યોજાયા હતા.

જેમાં 18 થી 44 વર્ષ માટે 100-100 ડોઝ, જ્યારે 45થી વધુ વય માટે 50-50 ડોઝ ફાળવાયા હતા. મર્યાદિત ડોઝ વચ્ચે પાંચેય સેન્ટરો પર લાંબી લાઇનો લાગી હતી. જેથી બપોરે 2 વાગ્યા સુધીમાં ડોઝ ખૂટી પડતાં લોકોને ધક્કો પડ્યો હતો. ડોસાભાઇ ધર્મશાળા ખાતે છેલ્લા 5 વ્યક્તિને ડોઝ આપી શકાય એવી સ્થિતિ હતી ત્યારે 50 જેટલી વ્યક્તિ બહાર લાઇનમાં ઉભી હતી.જેને કારણે પરત જવું પડ્યું હતું.

સિવિલમાં રસી ખૂટતાં અહીં આવ્યો પણ ના મળી
ડોસાભાઇ ધર્મશાળાએ આવેલા યોગેશ પટેલે જણાવ્યું કે, સવારે સિવિલ હોસ્પિટલમાં લાઇન ઉભો હતો, પરંતુ નંબર આવે તે પહેલાં સ્ટોક પૂરો થઇ જતાં અહીં આવ્યો છું. અહીં પણ હવે સ્ટોક પૂરો થઇ જતાં ધક્કો પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...