લોકોએ બળાપો ઠાલવ્યો:બેચરાજીના ભાજપના ઉમેદવારને મોહનપુરા ગામના લોકોએ સવાલ કર્યા, સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ

મહેસાણા10 દિવસ પહેલા

વિધાનસભા ચૂંટણીને લઇ હાલમાં તમામ રાજકીય પક્ષઓ ગામડાઓ અને ગલીઓ ખુંદી રહ્યા છે.ત્યારે પોતાના મત વિસ્તારમાં રાત દિવસ મતદારોને રીઝવવા તમામ પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે.ત્યારે બેચરાજીના ભાજપના ઉમેદવાર સુખાજીને મોહનપુરા ગામમાં અગાઉ બાકી રહેલા કામને લઈ ગામલોકોએ ઘેર્યા હતા અને અગાઉ સરકારે આપેલા વચનો પુરા કરો એમ કહી એક ગામના સ્થાનિક યુવકે સુખાજી સામે બધા વચ્ચે કામગીરી મામલે બોલાચાલી કરી હતી.

બેચરાજી વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર સુખાજી ઠાકોર પોતાના મત વિસ્તારમાં મત મેળવવા માટે રાત દિવસ દોડધામ કરી રહ્યા છે.ત્યારે જ્યારે ભાજપના સુખાજી મોહનપુરા ગામમાં પ્રચાર માટે ગયા એ દરમિયાન ગામનો કોઈ સ્થાનિક યુવકે સુખાજીને મોટી ડાઉ ખુમાપુરા વચ્ચે વારંવાર વચન આપવા છતાં બ્રિજ નહિ બનતા હોવાની ઉચ્ચા અવાજે રજુઆત કરતા જોવા મળ્યા હતા.

વીડિઓમાં એક યુવક સુખાજીને જણાવી રહ્યો છે કે અમારું ગામ 90% કોંગ્રેસી છે તેમ છતાં અમે બધા સપોર્ટ કરી ભાજપ લાવતા હોઈએ અને આવા વાયદા પુરા ના થાય તો ખરાબ અસર પડે ત્યારે સુખાજીની સાથે આવેલા એક કાર્યકરે એમ પણ કહેતા જોવા મળે છે કે, રજની ભાઈ હાર્યા હતા એટલે કામ રહી ગયા.

એક પણ વોટ નહિ આપોને તો પણ અમે કામ કરીશુ
સમગ્ર મામલે પ્રચાર માટે આવેલા સુખાજીએ ગામના યુવકને ખભે હાથ મૂકી વાત પતાવવા કહ્યું કે તમે મને એક પણ વોટ નહિ આપો તો પણ અમે અને રજની ભાઈ તમારા ગામના કામો કરીશુ.

અન્ય સમાચારો પણ છે...