મહેસાણા જિલ્લામાં આવેલા છેવાડાના તાલુકાના ગામડાઓમાં વર્ષોથી પીવાના પાણી અને સિંચાઈ માટે પાણીની સમસ્યાથી સ્થનિક લોકો પીડાઈ રહ્યા છે. ખેરાલુ તાલુકાના મોટાભાગના ગામડાઓમાં વસવાટ કરતા લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે.પરંતુ, સિંચાઈ માટે પાણી ન મળતા ગામ લોકો વરસાદ આધારિત ખેતી કરવા મજબૂર બન્યા છે. સરકારમાં આ મામલે વારંવાર રજુઆત કરવા છતાં પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા આખરે ખેરાલુ તાલુકાના 30 જેટલા ગામોએ સભા યોજી પાણી મુદ્દે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
ખેરાલુ તાલુકામાં આવેલા બળાદ ગામમાં છેલ્લા કેટલાય વર્ષથી પાણીની સમસ્યાને લઈને લોકો તોબા પોકારી ઉઠ્યા છે, સરકારમાં રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા આખરે ખેરાલુ તાલુકાના બળાદ ગામમાં 'પાણી નહિ તો મત નહીં'ના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. તેમજ બળાદ ગામ સહિત 30 જેટલા ગામોમાં પણ હાલમાં ચૂંટણી બહિષ્કારમાં જોડાયા છે.
ખેરાલુના ધારાસભ્ય અજમલજી ઠાકોરના ગામથી માત્ર ત્રણ કિલોમીટર અંતરમાં આવેલા ગામોમાં આ પરિસ્થિતિ જોવ મળી રહી છે ત્યારે અગાઉ પણ છેલ્લા ત્રણ વર્ષથી ડાવોલ,ડાલીસણા,અને વરેઠા ગામોમાં પાણીના મામલે ગ્રામપંચાયત,સ્થાનિક સવરાજ સહિતની ચૂંટણીઓનો બહિષ્કાર થઈ ચૂક્યો છે. ત્યારે આ બહિષ્કારમાં હવે નાના ગામડાઓ પણ જોડાયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે સરકારી અધિકારીઓ અને નેતાઓ આવીને ગામના લોકોનો માત્ર બાધાઓ આપીને અહીંથી જતા રહેછે અને વળતા જોવા પણ આવતા નથી
બળાદ ગામના દશરથભાઈ પ્રજાપતિએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, અમારા વિસ્તારમાં કુવા ખાલીખમ થઈ ગયા છે. બોર જે 500 થી 600 ફૂટે પાણી આવતા હતા એ પણ છૂટી ગયા છે. હાલમાં અમુક અમુક અંતરે જે પાણી છે એનો ઉપયોગ કરીએ છીએ. ધરોઈનું પાણી નથી આવતું ગામમાં 3 બોર બનાવેલા છે ત્રણ બોરમાં પીવાનું પાણી 2 થી 3 દિવસના અંતરે મળે છે એ પ્રમાણે લોકો પાણીનો ઉપયોગ કરે છે.
છેલ્લા પાંચ વર્ષથી યોગ્ય વરસાદ ન પડતા કુદરતે પણ સાથ છોડ્યો-સ્થાનિકસ્થાનિક દશરથ ભાઈએ જણાવ્યું કે, સિંચાઈમાં બિલકુલ પાણી નથી, બધું ચોમાસા પર આધારિત છે. છેલ્લા 5 વર્ષથી કુદરતે પણ સાથ છોડ્યો હોય એમ લાગે છે. કારણ કે હાલમાં બિલકુલ વરસાદ જ નથી. હાલમાં પશુઓને પાણી પીવા માટે મળતું નથી. જીવન બહુ મુશ્કેલ થઈ ગયું છે. અમે લોકો પશુપાલન ઉપર આધારિત છીએ પશુને પીવા માટે એક દિવસમાં 50 લીટર પાણી જોવે ઓછામાં ઓછું હાલમાં પશુ માટે આસપાસના ખેતરોમાં આવેલા બોર પર જવું પડે છે.
પાણીને લઈને પશુપાલનનો વ્યવસાય ઘટ્યોખેરાલુ તાલુકાના બળાદ ગામમાં પાણીને લઈને પશુપાલનનો વ્યવસાય 50 ટકા થઈ ગયો છે. પહેલા દરેક ઘરમાં 20 થી 25 પશુઓ હતા મોટા ખેડૂતો જોડે હાલમાં એમાંથી 25% પણ પશુઓ રહ્યા નથી લોકો એ વેચી માર્યા છે હાલમાં 10 થી 12 પશુઓ રાખી રહ્યા છે.
પાણી મામલે કોઈ છોકરી ગામમાં લગ્ન કરવા તૈયાર નથીવળાદ ગામમાં પાણીને લઈને અનેક સમસ્યાઓ ઉદભવી છે ત્યારે આ મામલો હવે સામાજિક લેવલે પણ નડી રહ્યો છે. જેમાં ગામલોકોના જણાવ્યા પ્રમાણે લગ્ન કરવામાં પણ તકલીફ પડે છે ગામમાં પાણી નથી જેથી અમુક સમાજ કુટુંબ મજૂર વર્ગ હોય અને પાણી ન હોવાથી બીજાની જમીન વવી ન શકે એમનું ગુજરાન ચાલે નહિ અને ઘરમાં કાઈ હોય નહીં એટલે છોકરી નાખવા પણ તૈઉર નથી અમારા વિસ્તારમાં બહુ વિકટ પરિસ્થિતિ છે.
ચીમનાબાઈ સરોવર ભરવમાં આવે તો 15 ગામોમાં પાણીની સમસ્યા દૂર થઈ શકે છે. હાલમાં અમે કોઈ પક્ષમાં જોડાયા નથી કે કોઈ પક્ષમાં માનતા નથી. 25 વર્ષ દરમિયાન નેતાઓ વાયદાઓ આપે છે કામ કરતા નથી. હાલના MLAએ જીત્યા બાદ પાણી આપવાનો વાયદો કર્યો હતો. યોજના પણ કરી સરકારમાં જાણ પણ કરી સરોવર માં પાણી નાખવા રજુઆત કરી પણ એમની રજૂઆતનું કાઈ રિઝલ્ટ નથી મળ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.