બેદરકારી:મહેસાણામાં કોરોના સંક્રમણ વધ્યું છતાં બજારમાં લોકો બેફિકર

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા શહેરમાં છેલ્લા એક અઠવાડીયાથી કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે ત્યારે કાળજી રાખવાના બદલે બજારમાં ખરીદીમાં ઘણા લોકો બેફીકર જોવા મળી રહ્યા છે,સોશયલ ડિસ્ટન્સ તો સાવ ભૂલાઇ ગયુ છે એવામાં મોઢે માસ્ક પહેરવાની પણ તસ્દી ન લેવાતાં આવી બેફિકરાઇમાં ચેપ ફેલાવાની સંભાવના વધી જાય છે.શહેરના ફુવારા સર્કલ, રાજમહેલ રોડ પર રવિવારે જાહેર રોડ પર ભરાતા ગુર્જરી બજારની લારીઓ આગળ ખરીદીમાં બિન્દાસ્ત ટોળા વળ્યા હતા.માસ્ક પહેર્યા વગર ટોળે વળી ખરીદી કરી લેવાની લ્હાયમાં સાથે કોરોનાચેપ ઘરે ન લઇ જવાય તેવી કાળજી,સાવચેતી હાલ વધતા કોરોના સંક્રમણના ફેલાવા સમયગાળામાં રાખવી હિતાવહ છે.

અન્ય સમાચારો પણ છે...