બજારોમાં લોકોની ભીડ:દિવાળી તહેવારને લઈ મહેસાણાની બજારોમાં લોકોનો ભારે ઘસારો, તોરણવાળી ચોકમાં ખરીદી કરવા માનવ મહેરામણ ઉમટી પડ્યું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીવડા, મીઠાઈઓ, ફરસાણ, મુખવાસ સહિતની વસ્તુઓની લોકોએ ખરીદી કરી
  • દિવાળી તહેવારને લઈ લોકોમાં ભારે ઉત્સાહ

કોરોના મહામારીના કારણે સમગ્ર રાજ્યમાં તહેવારોની ઉજવણી પણ રોક લગાવવામાં આવ્યો હતો. જોકે, રાજ્યમાં હાલ કોરોનાના કેસમાં ઘટાડો થતા દિવાળી તહેવારની ઉજવણીની છૂટ આપવામાં આવી છે. જેથી લોકો દિવાળી તહેવારની ઉજવણી ધામધુમથી કરી રહ્યા છે. ત્યારે મહેસાણામાં દિવાળીને લઈ ખરીદી માટે બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી.

મહેસાણા શહેરમાં આવેલા તોરણવાળી માતાના ચોકમાં દિવાળી તહેવાર નિમિત્તે સાંજે ભીડ જામી હતી. નાના-મોટા વેપારીઓની દુકાનોમાં લોકોના ટોળે ટોળા જોવા મળ્યાં હતા. લાંબા સમય બાદ દિવાળી તહેવારો મનાવવા માટે લોકો બજારોમાં ખરીદી કરવા ઉમટી પડ્યા હતા.

બજારોમાં હાલ વિવિધ પ્રકારના દીવડા, મીઠાઈઓ, ફરસાણ, મુખવાસ સહિતની વસ્તુઓની લોકોએ ખરીદી કરી હતી. તહેવારના સમયે શહેરની મુખ્ય બજારોમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે એન્ટ્રી પોઇન્ટ પર હોમ ગ્રાડના જવાનો ખડે પગે પોતાની ફરજ પર તૈનાત કરવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...