તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડીના સીસીટીવી:બ્લેક અને લાલ કપડું પહેરી શખ્સો ATMમાં પ્રવેશ્યા, ગેસ કટરથી ATM કાપવાનો પ્રયાસ કર્યો

કડી10 દિવસ પહેલા
 • એક્સિસ બેન્કના આ એટીએમમાં કોઇ સિક્યોરિટી ગાર્ડ ન હોવાનું જાણવા મળ્યું

મહેસાણા જિલ્લાના કડીમાં એટીએમ તોડવાની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રે શહેરના છત્રાલ રોડ પર આવેલા એક્સિસ બેન્કના એટીએમમાં મોંઢા પર બ્લેક અને લાલ કપડું પહેરીને આવેલા શખ્સો ઘૂસ્યા હતા અને એટીએમને ગેસ કટરથી તોડવાનો પ્રયાસ કર્યો હતો અને એટીએમને નુકસાન પહોંચાડ્યું હતું. ચોરી દરમિયાન ગેસ કટરથી એટીએમ તોડતી વખતે પૈસા પણ સળગી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, કડી શહેરમાં આવેલા છાત્રાલ રોડ પર પ્લસ પોઇન્ટ પાસે એક્સિસ બેન્કને ગત રાત્રે તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. બે શખ્સો પહેલા એટીએમમાં દાખલ થયાં હતા. જેમાંથી એક શખ્સે એટીએમમાં લાગેલા સીસીટીવી કેમેરા પર સ્પ્રે છાંટી આ ઘટનાને અંજામ આપ્યો હતો. બાદમાં ચોરોએ ગેસ કટરથી એટીએમ કાપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એટીએમ કાપતી વખતે પૈસા સળગી ગયા હોવાની શંકા છે. તેમજ એક્સિસ બેન્કના આ એટીએમમાં કોઇ સિક્યોરિટી ગાર્ડ ન હોવાનું જાણવા મળ્યું છે.

એટીએમમાં લાગેલા કેમેરામાં બે શખ્સો કેદ થઇ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે એટીએમમાં તપાસ કરી હતી અને એટીએમમાં લાગેલા સીસીટીવીના આધારે ચોરોને પકડવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો