ફરિયાદ:છુટાછેડા લઈ બીજાં લગ્ન કરનારી યુવતીને સાથે લઈ જવા આવેલ પૂર્વ પતિ અને મિત્રને લોકોએ પકડી લીધા

મહેસાણા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદ | ઊંઝાના ભુણાવની ઘટના, પરિણીતાએ બુટ્ટાપાલડીના પૂર્વ પતિ સામે ફરિયાદ નોંધાવી

છુટાછેડા લઈ બીજા લગ્ન કરનાર પરિણીતાને પોતાની સાથે લઈ જવા માટે ઊંઝા તાલુકાના ભુણાવ ગામે પહોંચેલા પૂર્વ પતિ અને તેના મિત્રને ગ્રામજનોએ પકડી લીધા હતા. પરિણીતાએ બંને વિરુદ્ધ ઊંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ચાણસ્મા તાલુકાના લણવા ગામની રેખાબેનનાં પ્રથમ લગ્ન મહેસાણા તાલુકાના બુટાપાલડી ગામના પટેલ દિપક ગંગારામ સાથે સામાજિક રીતરિવાજ મુજબ થયા હતા. પરંતુ બંને વચ્ચે મનમેળ ન આવતાં 12 મહિનામાં જ છુટાછેડા લઇ લીધા હતા.

ત્યાર બાદ રેખાબેને ઊંઝાના ભુણાવ ગામના પટેલ રાકેશ પરષોત્તમભાઈ સાથે બીજાં લગ્ન કર્યા હતા. રેખાબેન સોમવારે બપોરે ખેતીનું કામકાજ પૂરું કરી ઘરે પરત આવતી હતી, ત્યારે પ્રથમ લગ્ન કરેલ પૂર્વ પતિ દીપક પટેલ તેના મિત્ર સાથે ગાડી લઈને આવ્યો હતો અને રેખાબેનને હું તને મારી સાથે લેવા આવ્યો છું, મારી સાથે ચાલ તેમ કહેતાં તેણીએ ના પાડતાં દિપક અને તેના મિત્રએ રેખાબેનનો બળજબરી પૂર્વક હાથ પકડી સાડી ખેંચતાં તેઓ ગભરાઈ ગયા હતા અને બૂમો પાડતાં બેભાન થઈ ગયા હતા.

આસપાસની બે મહિલાઓ રેખાબેનને ઊંઝા સિવિલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. આ સમયે પૂર્વ પતિ અને તેનો મિત્ર ભાગવા જતાં ગાડી ઉકરડામાં ફસાઈ જતાં ગ્રામજનોએ બંનેને પકડી ગ્રામ પંચાયતમાં બેસાડી પોલીસને જાણ કરી હતી. આ મામલે રેખાબેને પ્રથમ પતિ પટેલ દિપક ગંગારામ અને તેના મિત્ર પટેલ પ્રકાશ જયંતિલાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...