તંત્ર સામે રોષ:યાત્રાધામ બહુચરાજીમાં રખડતાં ઢોરના અડિંગાથી રાહદારી પરેશાન

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યાત્રીઓ, વેપારી અને સ્થાનિકોમાં સ્થાનિક તંત્ર સામે તંત્ર સામે રોષ
  • રખડતા ઢોરની અડફેટે લોકો અને વાહન ચાલકોમાં મોટા અકસ્માતની ભિતી

યાત્રાધામ બહુચરાજીમાં રખડતા આખલા સાથે ઢોરોના કારણે મોટા અકસ્માતોના ભય સતાવી રહ્યો છે.યાત્રાધામ બહુચરાજીના રોડ રસ્તાઓ સાથે સોસાયટીઓની અંદર તો વેપારીઓની દુકાનોના સ્થળે મોટી સંખ્યામાં રખડતા આખલાઓ સાથે ઢોરની અવર જવર કરવા સાથે એક જગ્યાએ અડીંગો જમાવી દેતા આખલાઓ વચ્ચે જોરદાર ટકરાવ થવાના કારણે અવર જવર કરતા વાહન ચાલકો સાથે રાહદારીઓ અને નાના બાળકોથી મોટા વડીલોને અડફેટે લેતા હોય છે.

આખલા કે ઢોર ઘણીવાર માણસોને શિંગડા ભરાવીને ગંભીર ઈજાઓ કરે છે. ઘણી આવી ઘટનામાં જીવ પણ ગુમાવવાનો વારો પણ આવે છે. પ્રસિદ્ધ યાત્રાધામમાં યાત્રીઓ અને સ્થાનિકોની સુરક્ષા માટે રખડતાં ઢોરની સમસ્યા કાયમી હલ કરવા વેપારીઓ સહિત સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...