તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:બોરીસણામાં વાહનની ટક્કરે રાહદારીનું મોત

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કડીના બોરીસણા ગામની સીમમાં નર્મદા કેનાલ નજીક અજાણ્યા વાહનની ટક્કરે 70 વર્ષીય રાહદારીનું મોત થયું હતું. કડીના સુજાતપુરા રોડ પર આવેલી બાલાજી સોસાયટીમાં રહેતા મનુભાઇ રામાભાઇ પ્રજાપતિના 70 વર્ષના પિતા શુક્રવારે બોરીસણા ગામથી નર્મદા કેનાલ નજીક પ્રવિણભાઇ પટેલના બોર નજીક રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે પૂરઝડપે નીકળેલા પીકઅપ ડાલાએ તેમને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.

અકસ્માતમાં માથા અને શરીરે ગંભીર ઇજા થયેલી હાલતમાં રામાભાઇ પ્રજાપતિને તાત્કાલિક સારવાર માટે દવાખાને લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જ્યારે અકસ્માત બાદ પીકઅપ ડાલાનો ચાલક નાસી ગયો હતો. મૃતકના પુત્રએ કડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો