હીટ એન્ડ રન:વિજાપુરમાં કનકપુરા પાટિયા પાસે અજાણ્યા ગાડીના ચાલકે અડફેટે લેતા રાહદારીનું મોત

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુર તાલુકાના કનકપુરા પાટિયા પાસે ગઈકાલે રાત્રે એક રાહદારી રોડ પર ચાલીને જતો હતો એ દરમિયાન અજાણ્યા કોઈ વાહને તેણે ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.રાહદારીને લોકોએ 108 મારફતે સારવાર અર્થે મોકલી આપ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું

વિજાપુર નજીક આવેલ કનકપુરા પાટિયા પાસે 16 તારીખના સાંજે 9 કલાકે ગુરુકૃપા હોટેલ સામે એક રાહદારી ચાલીને જતો હતો એ દરમિયાન પાછળથી અજાણ્યા વહન ચાલકે તેણે ટક્કર મારી હતી અને અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો.જ્યાં ઘટનાની જાણ ગુરુકૃપા હોટેલના સંચાલકને થતા એ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આસપાસ લોકોની મદદથી 108 એમ્બ્યુલન્સ બોલાવી ઇજા પામેલા યુવકને સારવાર માટે વિજાપુર સિવિલ લઇ જવાયા હતા.

જ્યાં ડોક્ટર વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ લઇ જવાનું કહ્યું હતું જ્યાં હિંમતનગર સારવાર દરમ્યાન અજાણ્યા ઈસમ નું મોત નીપજ્યું હતું સમગ્ર મામલે હાલમાં વિજાપુર પોલીસ મથકમાં અજાણ્યા ગાડી ચાલક વિરુદ્ધ હોટલ ચલાવનાર રાણાસિંહે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...