કરુણાંતિકા:ખેરાલુના મલેકપુર ગામ નજીક વાહનની ટક્કરે પદયાત્રીનું મોત

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હારિજના ખાખડીથી અંબાજી જતા યુવાનને સિદ્ધપુરહાઈવે ઉપર અકસ્માત થયો, આધારકાર્ડથી મૃતકની ઓળખ થઈ

હારિજ તાલુકાના ખાખડી ગામેથી ચાલતા અંબાજી જવા નીકળેલા પદયાત્રીનું ખેરાલુના મલેકપુર નજીક વાહન અકસ્માતમાં મોત થયું હતું. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ખાખડી ગામના હરગોવનભાઈ શંકરભાઈ રાવળ (35) ગત 6 સપ્ટેમ્બરના રોજ અંબાજી જવા ચાલતો નીકળ્યો હતો.

સિદ્ધપુર હાઇવે પરથી આગળ વધી રહેલા હરગોવનભાઈને મલેકપુર ગામ નજીક અજાણ્યા વાહને ટક્કર મારતાં માથાના અને હાથના ભાગે થયેલી ગંભીર ઇજાના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ખેરાલુ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકના પાકીટમાંથી મળેલા આધારકાર્ડ પરથી તેમની ઓળખ થતાં તેમના મોટાભાઈને જાણ કરી હતી. ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચેલા મનુભાઈ ચમનભાઈ રાવળે નોંધાવેલી ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...