તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસુવિધા:મહેસાણાના વિજાપુર તાલુકાની રેફરલ હોસ્પિટલમાં અપૂરતા સ્ટાફથી દર્દીઓ પરેશાન

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેફરલ હોસ્પિટલ અદ્યતન તો બની પણ જરુરી ડોકટરની ઘટ

વિજાપુર તાલુકાની રેફરલ હોસ્પિટલ ને અધતન બનાવવા માં આવશે તેવી વાતો નો ફિયાસકો જોવા મળી રહયો છે તાલુકાની ત્રણ લાખ વસ્તી ને જાણે ભગવાન ભરોસે છોડી દેવામાં આવી હોય તેમ અહીંના ફરજ પરના એમબીબીએસ ડોકટરો ને બીજી જગ્યા એ અન્ય તાલુકા ની સેવા માં મૂકી દેવા માં આવ્યા છે.

હોસ્પિટલમાં દર્દીઓના સારવાર માટે કોઈ વ્યવસ્થા જણાતી નહીં હોવાનું તેમજ તેની અંદર ની સુવિધાઓના અભાવને કારણે જાગૃત નાગરિકોમાં એમડી ફીજીસીયન તેમજ એમએસ સર્જન મુકવાની માંગ પ્રબળ બની છે. તાલુકા ની એક મોટી હોસ્પીટલ હોવા છતાં હાલ માં ચાલી રહેલી કોરોના મહામારી માં સારવાર માટે કોઈ બેડ કે આઇસીયું ની કોઈ સુવિધાઓ નથી તાલુકા માં હાલ માં ગ્રામ્ય તેમજ શહેરમાં કોરોના ના કેસો સતત વધારો જેને લઇને તાલુકા અદના સમાજ સેવક તેમજ ડો ડાહ્યા ભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવી ને લોકોની સેવા કરતા સુરેશભાઈ ડી પટેલ દ્વારા સરકારી હોસ્પિટલમાં (સો) 100 બેડ તેમજ કોવિડ 19 ની સારવાર મળે તે માટે આરોગ્ય સચિવ સહિત તંત્રો ને લેખીત જાણ કરવામાં આવી છે.

આ બાબતે સુરેશભાઈ પટેલ સમાજ સેવક તેમજ ડો ડાહ્યાભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટ્રી સુરેશભાઈ પટેલ નો સંપર્ક કરતા જણાવ્યું હતુકે તાલુકા ની રેફરલ હોસ્પીટલ ખુબજ મોટી જગ્યા માં બનાવવા માં આવી છે 100 બેડ કરતા પણ વધુ બેડ વાળા રૂમો બને તેમ છે અહી ડો. એકે પટેલ તેમજ ડો જ્યોત્સના બેન દીક્ષિત જેવા મહાનુભાવો ડોક્ટર સેવા આપી ચૂક્યા છે જે તે સમયે આ ડોક્ટરો દ્વારા કેટલીક અગાઉ આવેલી મહામારી ઓ માં ખડેપગે સેવાઓ આપી હોવાના દાખલા છે. પરંતુ હાલ માં આ હોસ્પિટલમાં આઇસીયું વોર્ડ કે ઓક્સિજન માટે કોઈ સુવિધાઓ ઉપલબ્ધ નથી, જેથી યુધ્ધ ના ધોરણે એમડી ફીજીસીયન એમએસ સર્જન મૂકી આઇસીયું ની તેમજ ઓક્સિજન માટે ની સેવા ઉપલબ્ધ કરવામાં આવે તેમજ કોરોના મહામારી માં જોઈતી દવાઓ ઇન્જેક્શન વેકસીન નો જથ્થો પુરો પાડવામાં આવે.

હાલ ટ્રસ્ટ સંચાલિત તેમજ ખાનગી હોસ્પિટલમાં પચ્ચાસ બેડ ની સુવિધાઓ કરવામાં આવી છે પરંતુ તેમાં પણ કેટલીક વખત બેડ મળતા નથી જેના કારણે કેટલાંક લોકો મોત ને પણ ભેટ્યા છે જેથી ત્રણ લાખ ની વસ્તી ને સમયસર સેવા મળે લોકોને વિસનગર વડનગર હિંમતનગર મહેસાણા સુધી લાંબુ થવુ ના પડે અહી રેફરલ હોસ્પિટલમાં જ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવા ની માંગ આરોગ્ય સચિવ સમક્ષ માંગણી કરવામાં આવી છે.

આ અંગે એડવોકેટ દર્શન પટેલે જણાવ્યુ હતુ કે તાલુકા માં ત્રણ લાખ ની વસ્તી માટે તે વખતના મુખ્યમંત્રી હાલ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સૌથી મોટી હોસ્પીટલ અધતન સુવિધા ઉપલબ્ધ કરવા માટે ઉદઘાટન કરવામાં આવ્યું પણ કોઈ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી નથી.

એમબીબીએસ ડોકટર ને પણ બીજા તાલુકામાં મુકી દેવામાં આવ્યા છે તાલુકાના 85 જેટલા ગામડાઓ ના નાગરીકો તેમજ શહેરના લોકો ને કોરોના મહામારી માં જરૂરત નથી તેમ ઉપેક્ષા કરી દ્રોહ કરી રહયા છે તેમજ આવી મહામારી બીજા તાલુકા માં મુકેલા એમબીબીએસ ડોકટરો ને પરત તાલુકા ના લોકોની સેવા માં મુકવામાં આવે તે માટે આક્રોશ વ્યક્ત કર્યો હતો તંત્ર તાલુકા ની ત્રણ લાખ ની જનતા ને થઇ રહેલો અન્યાય માટે કોઈ ન્યાય આપશે ખરા એવા પ્રશ્નો આ મહામારી માં લોકો ના માનસ પટલ ઉપર ઉભરી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...