તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:મહેસાણા સિવિલના ડાયાલિસિસ સેન્ટરમાં ખોટકાયેલા એસીના કારણે દર્દીઓ પરેશાન

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાળઝાળ ગરમી અને ઉકળાટના માહોલમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે

મહેસાણા સિવિલ હોસ્પિટલના ડાયાલિસિસ સેન્ટરનું એસી છેલ્લા 18 દિવસથી ખોટકાયેલું છે. તાઉતે વાવાઝોડા સાથે આવેલા વરસાદના કારણે એસી સિસ્ટમમાં ખામી સર્જાઇ હતી. ડાયાલિસિસ માટે રોજ 30 દર્દીઓ અહીં આવી રહ્યા છે ત્યારે બંધ એસીના કારણે તેમને હાલ કાળઝાળ ગરમી અને ઉકળાટના માહોલમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તેમજ ક્યારેક અંદરની મશીનરી પણ બંધ થઇ જાય છે. એસી સિસ્ટમ ફરી કાર્યરત કરવા દર્દી અને તેમના પરિવારજનોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...