હાર્દિકના ભાજપ પ્રવેશનો વિરોધ:ઊંઝાના ઉનાવામાં હોર્ડિંગના થાંભલે ચડીને હાર્દિક પટેલનું સ્પ્રેથી મોં કાળુ કર્યું, ધનજી પાટીદારનો આક્રોશ

મહેસાણા24 દિવસ પહેલા
  • હાર્દિક પટેલને ભાજપમાં આવકારતા પોસ્ટર લગાવાયા હતા
  • પાટીદાર યુવા અગ્રણી ધનજી પાટીદારે શાહીનો સ્પ્રે માર્યો

હાર્દિક પટેલ ભાજપમાં જોડાતા પાટીદાર યુવાનોમાં આક્રોશ છે. ત્યારે મહેસાણાના ઉનાવા ખાતે હાર્દિક પટેલને ભાજપમાં આવકારતા પોસ્ટર પર કાળી શાહી લગાવીને રોષ ઠાલવવામાં આવ્યો છે. પાટીદાર યુવા અગ્રણી ધનજી પાટીદારે હાર્દિક પટેલને આવકારતા પોસ્ટર પર હાર્દિકની તસવીર અને હાર્દિકના નામ પર કાળી શાહી લગાવી છે. ધનજી પાટીદારે શાહી લગાવતો વીડિયો પણ બનાવ્યો છે.

હાર્દિકના નિવેદનનો વિરોધ
બે દિવસ અગાઉ કોંગ્રેસથી છેડો ફાડી હાર્દિક પટેલ ભાજપમાં જોડાયો હતો. જેણે લઇ ઉત્તર ગુજરાતના પાટીદાર અગ્રણીઓમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. હાર્દિક ભાજમાં જોડાયો ત્યારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલન સમયગાળા દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ નુકશાન કર્યું હતું. હાર્દિકના આ નિવેદન આપ્યા બાદ હાલમાં પાટીદાર સમાજમાં નારાજગી જોવા મળી રહી છે.

ઉત્તર ગુજરાતના પાટીદારો નારાજ
મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના મોટા ભાગના પાટીદાર હાર્દિક પટેલના આ નિવેદનથી નારાજ જોવા મળી રહ્યા છે. ત્યારે જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા ખાતે હાઇવે પર ભાજપ દ્વારા હાર્દિકને આવકારતા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. જે પોસ્ટર કર પાટીદાર અગ્રણી ધનજી પાટીદારે હાર્દિક પટેલના ફોટો પર કાળી શાહીનો સ્પ્રે મારી પોસ્ટર કાળા કર્યા હતા. જેમાં હાર્દિક પટેલના નામને પણ કાળી શાહી લગાવતો વીડિઓ બનાવી તેમણે વાયરલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...