બહુચરાજી કોર્ટના પટાવાળાને ચેક રિટર્ન કેસમાં 1 વર્ષ કેદની સજા તેમજ 30 દિવસમાં રૂપિયા 66 હજારનું વળતર ચુકવવા હુકમ કર્યો હતો. ચાણસ્મા તાલુકાના ધીણોજના મહેન્દ્રપુરી શીવાપુરી ગોસ્વામી જુવેનાઈલ ઓબ્ઝર્વેશન હોમમાં નોકરી કરતા હતા ત્યારે બહુચરાજી કોર્ટમાં પટાવાળાની નોકરી કરતા હારીજના બચુભાઈ મંગળભાઈ વાલ્મિકી સાથે પરિચયમાં આવ્યા હતા. બચુભાઈ દેવીપૂજકે ભત્રીજાની માંદગીની સારવાર માટે તેઓની પાસે હાથઉછીના રૂ. 70 હજાર લીધા હતા અને રૂ. 66 હજારનો એસબીઆઈ મહેસાણા શાખાનો ચેક આપ્યો હતો.
બેન્કમાં ચેક ભરતાં બેલેન્સના અભાવે પરત ફરતાં મહેસાણાના ચોથા એડીશનલ ચીફ જજ એ.કે.ગોહિલની કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલ ઉજાસભાઈ યાજ્ઞિકની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી બચુભાઈ મંગળભાઈ વાલ્મિકીને 1 વર્ષ કેદની સજા અને રૂપિયા 66 હજારનું વળતર દિન-30 માં કોર્ટમાં જમા કરાવવા હુકમ કર્યો હતો. 30 દિવસમાં વળતર ન ચુકવે તો વધુ 3 માસ કેદની સજા કરવા કોર્ટે આદેશ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.