તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત હાઈકોર્ટે આજે પક્ષ પલટો કરનાર પાટણ જિલ્લા પંચાયતના નેતાને ગેરલાયક ઠેરવ્યા હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં લવિંગજી સોલંકીએ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. ત્યારે આજે કોર્ટે કડક વલણ અપનાવીને પક્ષ પલટો કરનારને ગેરલાયક કરવા જરૂરી હોવાનું અવલોકન કરીને લવિંગજીને ગેરલાયક ઠેરવ્યા હતા.
શામળાજી મંદિર 27થી 30 નવેમ્બર સુધી 4 માટે માટે ભક્તો માટે બંધ રાજ્યમાં કોરોનાનો કહેર છે ત્યારે શામળાજી મંદિરને કોરોના સંક્રમણ રોકવા ચાર દિવસ બંધ રાખવા નિર્ણય કરાયો છે. શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કારતક પૂર્ણિમાનો મેળો બંધ રખાયા બાદ મંદિરને પણ બંધ રાખવામાં આવ્યું છે. 27મી નવેમ્બરથી 30 નવેમ્બર સુધી શામળાજી મંદિર બંધ રહેશે જેથી આ દરમિયાન ભક્તો મંદિરમાં દર્શન નહીં કરી શકે. જ્યારે શામળાજી મંદિરમાં નિત્યક્રમ મુજબ ઠાકોરજીની સેવા થશે.
ઈડરમાં આજથી બે અઠવાડિયા માટે અને હિંમતનગર આવતીકાલથી સાંજે 4 વાગ્યાથી બજાર બંધ
અમદાવાદમાં ગયા શનિ-રવિએ કર્ફ્યૂ લાદી દેવાયો હતો. 57 કલાકના કર્ફ્યૂ શહેર સુમસામ થયું હતું. જો કે તેનાથી એકદમ વિપરિત સાબરકાંઠાના નાના શહેરોમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. જેમાં આજે 25 નવેમ્બરથી 9 ડિસેમ્બર સુધી ઈડરમાં સાંજે 4 વાગ્યાથી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. જ્યારે આવતીકાલે 26મીથી 10 ડિસેમ્બર સુધી વેપારી મહામંડળ, ધારાસભ્ય અને પાલિકાની યોજાયેલી બેઠકમાં સાંજે 4 વાગ્યાથી બજાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ અગાઉ પ્રાંતિજ અને તલોદમાં પણ સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરાયું છે.
ટ્રકમાંથી જીરાની 56 બોરીની ચોરી થતાં સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
સમી-હારીજ હાઇવે પર ગોચનાદ ગામ નજીક રવિવારે મધ્ય રાત્રે જીરાની બોરીઓ ભરેલી તસ્કરોએ નિશાન બનાવીને એક ટ્રકમાંથી 46 તેમજ બીજી ટ્રકમાંથી 10 બોરી મળી કુલ 56 બોરી જીરૂ જેની કિરૂ.202048ની ચોરીને અજામ આપી તસ્કરો પલાયન થઇ ગયા હતા. આ અંગે ટ્રક ડ્રાયવરે સમી પોલીસ મથકે ચોરી ફરિયાદ નોંધાઇ હતી.
ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં આજે કોરોનાના 178 નવા કેસ અને 74 દર્દી સાજા થયા
કોરોનાનો કહેર રાજ્યભરમાં છે, ત્યારે ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓમાં આજે કોરોનાના નવા 178 કેસ નોંધાયા હતા. જ્યારે 74 દર્દીઓ કોરોનાને મ્હાત આપી હતી. જેમાં બનાસકાંઠામાં 57 કેસ, પાટણમાં 49 કેસ, મહેસાણામાં 45 કેસ, સાબરકાંઠામાં 21 કેસ અને અરવલ્લીમાં 6 કેસ નોંધાયા હતા. જ્યારે બનાસકાંઠામાં 16 દર્દી, પાટણમાં 30 દર્દી, મહેસાણામાં 18 દર્દી, સાબરકાંઠામાં 8 દર્દી અને અરવલ્લીમાં 2 દર્દીએ કોરોનાને હરાવ્યો હતો.
નવાનગરના ગુહાઈ સિંચાઈ સંઘે કેનાલમાં પાણી છોડવા માગ કરી
હિંમતનગર તાલુકાના નવાનગરની ગુહાઈ સહભાગી સિંચાઈ સહકારી સંઘ લિમિટેડ દ્વારા કાર્યપાલક ઈજનેરને પત્ર લખીને સિંચાઈ માટે પાણી છોડવા માટે વિનંતી કરી છે. હાલ રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું હોવાથી ખેડૂતો મશીનો દ્વારા કેનાલમાંથી પાણી લિફ્ટિંગ કરે છે. કેનાલમાંથી 740 ખેડૂતો મશીનોથી પાણી લઈને રવિપાક લઈ રહ્યા છે. ત્યારે કેનાલમાં પાણી છોડવાની માગ કરવામાં આવી છે.
ઈડરના મોહનપુરા કોર્ટ પરિસરની બાજુમાં દીપડો દેખાતા પાંજરું મૂકાયું
ઈડરના મોહનપુરામાં કોર્ટ પરિસરની બાજુમાં દીપડાએ દેખા દીધી હતી. વન વિભાગના વાયરલેસ વિભાગની બાજુમાં જ દીપડો દેખાયો હતો. જેને પગલે કોર્ટ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ કોર્ટ પહોંચીને ત્યાં દીપડાને પકડવા માટે પાંજરું મૂક્યું હતું. ઉલ્લેખનીય છે કે સપ્તાહમાં બીજી વાર દીપડો દેખાયો છે. અગાઉ દીપડાએ વાનરનું મારણ કર્યું હતું.
ખેડબ્રહ્માના ત્રિવેણી સંગમે ધાર્મિક વિધિ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો
સાબરકાંઠા કલેક્ટરે કોરોના મહામારીને પગલે જાહેરનામું બહાર પાડીને ખેડબ્રહ્મામાં ભૃગુઋષિ મંદિર પાસેની હરણાવ નદીના ત્રિવેણી સંગેમ પિતૃઓના અસ્થી વિસર્જન, તર્પણ વિધિ અને સરામણાવિધિ સહિતની ધાર્મિક વિધિઓ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. સાથે જ આ વિસ્તારને પ્રતિંબંધિત જાહેર કરીને ત્યાં પ્રવેશનાર સામે એક કિમીના વિસ્તારમાં મોટા પુલની નીચેથી ત્રિવેણી સંગમ સુધી જનારને સામે કાર્યવાહી કરવામાં આવશે.
રાધનપુરમાંથી પાર્ક કરેલા ટ્રેક્ટર-ટ્રોલીની ચોરી
રાધનપુર પ્રિન્સ હોટલ મંગલમૂર્તિ સોસાયટીમાં પાર્ક કરેલા ટ્રેક્ટર જીજે 14 એકે 2440 તેમજ ટ્રોલી જીજે 04 વાય 7919 સાથે 11/11/2020ની રાત્રે 1:45 કલાકે તસ્કરોએ ચોરી કરી ગયા હતા. તે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ થઇ હતી. જો કે સ્પષ્ટ ચેહેરા દેખાતા નથી. આ અંગે ટ્રેક્ટર માલિક નારણ ઝાપડીયાએ રાધનપુર પોલીસ મથકે ટ્રેક્ટર ટ્રોલીની રૂ.3 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
એમ.એ ,એમ.કોમ માં બેઠકો વધારવાની માંગ સાથે કુલપતિને ABVPનું આવેદન
પાટણ એબીવીપીએ બુધવારે હેમ.યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં એમ.એ અને એમ.કોમમાં સંખ્યા પ્રવેશથી વંચિત રહી હોઈ બેઠકોમાં વધારો કરવામાં આવે ,ઉપરાંત ઓફલાઈન પરીક્ષાના ટાઈમ ટેબલ તથા હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવે, ઓનલાઇન પરીક્ષાના રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યા છે તેનું રી-ચેકિંગ થાય ,લોની એડમિશન પ્રકિયા મેરીટ આધારે સત્વરે શરૂ કરવામાં આવે જેવી સમસ્યાનું નિરાકરણ સત્વરે લાવવામાં આવે તેવી માંગ સાથે કુલપતિ ડૉ.જે.જે.વોરાને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.