હવામાન:ઠંડી વધુ 1 ડિગ્રી વધી, 8.2 ડિગ્રી સાથે પાટણ ઉ.ગુ.નું સૌથી ઠંડુ શહેર બન્યું

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
માઉન્ટ આબુમાં વધુ પડતી ઠંડી ના લીધે મેદાનોમાં ઝાકળના ટીપા જામી ગયા હતા અને બરફના થર જોવા મળ્યા હતા. - Divya Bhaskar
માઉન્ટ આબુમાં વધુ પડતી ઠંડી ના લીધે મેદાનોમાં ઝાકળના ટીપા જામી ગયા હતા અને બરફના થર જોવા મળ્યા હતા.
  • આજે બનાસકાંઠામાં શીતલહેર ફૂંકાશે, 5 શહેરોમાં તાપમાન વધ-ઘટ રહેશે

મહેસાણા ઉત્તર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી હાડ થિજાવતી ઠંડી અનુભવાઇ રહી છે. સોમવારે પણ લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી સુધી ઘટ્યું હતું. સતત બીજા દિવસે 10 ડિગ્રીથી નીચા તાપમાનને લઇ વાતવરણ ઠંડુગાર બન્યું છે. ઉ. ગુ.માં સોમવારે ઠંડી 1 ડિગ્રી સુધી ઘટતાં 8.2 ડિગ્રી સાથે પાટણ સૌથી ઠંડુ રહ્યું હતું.

બીજી બાજુ દિવસનું તાપમાન ત્રણેક ડિગ્રી વધ્યું હતું. જોકે, 26 ડિગ્રીની નીચા તાપમાનના કારણે બપોરના સમયે વાતાવરણમાં ઠંડક અનુભવાઇ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, મંગળવારે બનાસકાંઠામાં શીતલહેર ફૂંકાશે. તેમજ મુખ્ય 5 શહેરોમાં દિવસ-રાતના તાપમાનમાં સામાન્ય વધ-ઘટ જોવા મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...