બજેટ પ્રક્રિયા:ગત બજેટનું ટીપી-4માં પાર્ટીપ્લોટ, સ્ટડી સેન્ટર અને હેપ્પીસ્ટ્રીટનું કામ પડતું મૂકાયું

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે મહેસાણા પાલિકાની કારોબારી બેઠકમાં વર્ષ 2022 -23નું બજેટ રજૂ થશે
  • મહત્વના 4 વિકાસકામ હજુ પ્રક્રિયા, માત્ર સિટીબસ અને હેલ્થ કલબનું કામ પૂર્ણ

મહેસાણા શહેરમાં આગામી વર્ષના બજેટમાં નગરપાલિકા નવા પ્રોજેક્ટ લાવી રહી છે. આ બજેટ શુક્રવારે મળનારી કારોબારી બેઠકમાં રજૂ થશે અને ફાઇનલ ટચ આપી સામાન્ય સભામાં મંજૂરી માટે મૂકાશે. પાછલા વર્ષના બજેટમાં નક્કી કરેલા મહત્વના 10 માંથી 3 વિકાસ કામો પડતા મૂક્યા છે. જેમાં ટીપી-4માં પાર્ટી પ્લોટ, સ્ટડી સેન્ટર તેમજ હેપ્પીસ્ટ્રીટનો સમાવેશ થાય છે. જ્યારે 4 કામ હજુ પ્રક્રિયામાં છે. તો સિટીબસ અને હેલ્થ કલબ આ બે પ્રોજેક્ટ પૂર્ણ થયા છે.

ગત બજેટના મહત્વના કામો હાલ કયા તબક્કે છે
1. રૂ.2.50 કરોડના ખર્ચે ટીપી-4માં પાર્ટીપ્લોટ ડેવલપ કરવાનું કામ.
સ્થિતિ : હવે એરિયા ડેવલપ થયા પછી વિચારાશે, હાલ મુલત્વી.
2. સહકારનગર, પરશુરામ ગાર્ડન પાસે ફિઝિયોથેરાપી સેન્ટરનું કામ.
સ્થિતિ : એસઓઆર ભાવ બદલાતાં ફરી તાંત્રિક મંજૂરીની પ્રક્રિયામાં છે.
3. રૂ.1.40 કરોડના ખર્ચે શબરી સ્કૂલ પાસે ફાયર સેન્ટરનું કામ.
સ્થિતિ : 4 મહિનાથી જમીન માંગણીની સરકારમાં દરખાસ્ત પડી છે.
4. રૂ.1.25 કરોડના ખર્ચે સ્ટડી સેન્ટર બનાવવું કામ.
સ્થિતિ : સર્વે પછી સ્ટડી સેન્ટરનું આયોજન મુલત્વી રખાયું.
5. રૂ.20 લાખમાં બી.કે. સિનેમા પાસે પ્લોટ ડેવલપ કરવાનું કામ.
સ્થિતિ : આ કામ હાલ ટેન્ડર પ્રક્રિયામાં છે.
6. રૂ.15 લાખ હેપ્પીસ્ટ્રીટ માટે ફાળવવા.સ્થિતિ : હાલ કોઇ આયોજન નથી.
7. રૂ.50 લાખ કર્મીઓના અકસ્માત વીમો લેવો.સ્થિતિ : આયોજન છે.
8. રૂ.1.67 કરોડમાં પરાની બોતેર કોઠાની વાવ ડેવલપ કરવાનું કામ.
સ્થિતિ : સપ્તાહ પહેલાં એનજીઓને કામનો પત્ર કર્યો, CSR ફંડમાંથી કામ કરશે.
9. રૂ.14 કરોડમાં ક્રિકેટ ગ્રાઉન્ડનું આયોજન.
સ્થિતિ : સિવિલ વર્ક પૂર્ણ, હજુ વીજળીનું કામ જૂન સુધીમાં પૂર્ણ થશે.
10. રૂ.7.50 કરોડ બિલાડીબાગ સામે સ્વિમિંગપુલ,હેલ્થ ક્લબનું કામ.
સ્થિતિ : કામ પૂર્ણ થયું છે, હવે એજન્સીને સંચાલન સોંપાશે.

અન્ય સમાચારો પણ છે...