તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:મહેસાણા, કડી, વિસનગરમાં 12 મે સુધી આંશિક લાૅકડાઉન, તમામ મોલ અને કોમર્શિયલ કોમ્પલેક્ષો બંધ

મહેસાણા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • કોઇપણ જાતના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો કે મેળાવડા નહીં કરી શકાય
 • પાટણ, રાધનપુર, પાલનપુર, ડીસા, મોડાસા, હિંમતનગર સહિત ઉ.ગુ.ના 9 શહેરોમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ

કોરોના સંક્રમણ વકરતાં ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, પાલનપુર અને હિંમતનગર શહેરમાં રાત્રિ કર્ફ્યૂ અને જે નિયંત્રણો અમલમાં હતા તે હવે તા.12 મે સુધી લંબાવાયા છે. આ ઉપરાંત, કડી, વિસનગર, ડીસા, રાધનપુર અને મોડાસામાં પણ આંશિક લૉકડાઉન લાદી તા.12મી મે સુધી રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ તેમજ આવશ્યક સેવાઓ સિવાય તમામ વેપાર-ધંધા બંધ રાખવાના રહેશે.

જેમાં પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ, કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા, તમામ આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન, આંતર રાજ્ય, જિલ્લા અને શહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ પણ ચાલુ રહેશે.

અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળફળાદી, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે

ચાલુ રહેશે : તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાં અને બાંધકામ પ્રવૃત્તિ

 • અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળફળાદી, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી, ખાદ્યપદાર્થોની દુકાનો.
 • તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાં અને બાંધકામ પ્રવૃત્તિ ચાલુ રહેશે.
 • ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફની હાજરી, ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાનું રહેશે. નિયમો ભંગ કરનારી ઓફિસો સામે કાર્યવાહી કરાશે.
 • APMCમાં માત્ર શાકભાજી તથા ફળફળાદીનું ખરીદ વેચાણ ચાલુ રહેશે. કોવિડ-19 સંબંધી સૂચનાનું પાલન કરવું.
 • એસટી બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 50 ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.
 • લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.
 • અંતિમક્રિયા,દફનવિધિ માટે મહત્તમ 20 વ્યક્તિની હાજરી.

બંધ રહેશે : બગીચા,સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમિંગ પુલ

 • સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય) બંધ રહેશે.
 • સિનેમા થિયેટરો, એસેમ્બલી હોલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સ્વિમિંગ પુલ બંધ રહેશે.
 • તમામ પ્રકારના મોલ તથા કોમર્શિયલ કોમ્પલેક્ષો તેમજ ઓડિટોરિયમો સદંતર બંધ રહેશે.
 • સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, બંધ રહેશે.
 • તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો, મેળાવડા સદંતર બંધ રહેશે.
 • તમામ ધાર્મિક સ્થાનો જાહેરજનતા માટે બંધ રહેશે. માત્ર દૈનિક પૂજા, વિધિ ધાર્મિક સ્થાનોના સંચાલકો/ પૂજારીઓ દ્વારા કરવાની રહેશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો