દારૂ ઝડપાયો:મહેસાણાના નંદાસણ-ચાંદરડા પાટિયા પાસે પેરોલ ફર્લો સ્કવોડે 16 લાખથી વધુ કિંમતનો દારૂ જપ્ત કર્યો

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 26,57,300 નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો

કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહેસાણા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી આધારે નંદાસણ-ચાંદરડા પાટિયા પાસે દારૂ ભરેલ ટ્રક સહિત કુલ 26 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

મહેસાણા પેરોલ ફ્લો સ્કવોડના પીએસઆઇ એસ.ડી.રાતડા તેમજ તેમનો સ્ટાફ રાત્રી દરમિયાન નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા ત્યારે તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે નંદાસણ ચાંદરડા પાટિયા પાસે એક મીની ટ્રક દારૂ ભરેલો પડ્યો છે.

જેથી પેરોલ ફ્લો સ્કોર્ડ પોતાની ટિમ સાથે બાતમી વાળી જગ્યા પર જઈ તપાસ કરી હતી ત્યારે ચાંદરડા ગામ ના પાટિયા પાસે એક Gj16AU8636 નંબર ની મીની ટ્રક રોડ ની બાજુ માં ઉભી હતી. પોલીસે તપાસ માં ગાડી માંથી વિદેશી દારૂ નો જથ્થો મળી આવ્યો હતો જોકે ગાડી માં બેસેલા સૈની બબલકુમાર અમરચંદ , રાજસ્થાન ના એક ઈસમ ને પોલીસે ઝડપી પાડ્યો હતો.

તપાસ દરમિયાન ટ્રક માંથી 340 નંગ દારૂ ની પેટીઓ તેમજ છૂટક 241 નંગ બોટલો કુલ 16,561 બોટલો જેની કિંમત 16 લાખ 56 હજાર 100 નો પરોહિબીસન નો મુદ્દામાલ સાથે રેડ દરમિયાન એક ઈસમ ને ઝડપી પાડ્યો હતો પોલીસે ટ્રક સહિત કુલ 26 લાખ 57 હજાર 300 નો મુદ્દામાલ ઝપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...