વિજાપુર તાલુકાના વસઈ ગામે મીઠાપરા વિસ્તારમાં ગામતળ જમીનમાં થઈ રહેલા વરંડાના ગેરકાયદે બાંધકામને અટકાવવા નોટિસ આપ્યા બાદ પણ બાંધકામ ન અટકતાં કંટાળેલી પંચાયતે આખરે આ અંગે કાર્યવાહી કરવા પોલીસને લેખિત રજૂઆત કરી છે.
વસઈના મીઠાકુવા પરા વિસ્તારમાં ગામતળ જમીનના સર્વે નંબર 1710માં કેટલાક સ્થાનિક વ્યક્તિઓએ ગેરકાયદે વરંડાનું બાંધકામ કરતાં યોગેશ્વર સોસાયટીમાં રહેતા મહેશકુમાર પટેલે આ અંગે વસઈ ગ્રામ પંચાયતથી લઇ જિલ્લા પંચાયત સુધી આ ગેરકાયદે બાંધકામ અટકાવવા લેખિત રજૂઆત કરી હતી.
વારંવાર કરેલી રજૂઆતને પગલે પંચાયત દ્વારા 28 નવેમ્બરના રોજ વરંડાના કામના વહીવટ કરતાં પટેલ મણિભાઈ ઇશ્વરભાઇને નોટિસ આપી તમારી માલિકીની જગ્યા હોય તો પુરાવા રજૂ કરવા, નોટિસ મળેથી બાંધકામ બંધ કરવા જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.