તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોઝારિયામાં ઠંડાપીણાં બંધ રાખવા પંચાયતનું ફરમાન

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રૂપપુરામાં નાઇટ ટૂર્નામેન્ટ બંધ કરવા નોટિસ

મહેસાણા: તાલુકાના ગોઝારિયા ગામમાં કોરોના વાયરસમાં સાવચેતીના પગલારૂપે દુકાનદારો અને ગલ્લાસ્ટોલોમાં નોટિસ આપીને ઠંડાપીણા, આઇસ્ક્રીમ,શેરડીરસ વગેરે આગામી 31 માર્ચ સુધી ફરજીયાત બંધ કરી દેવા ગ્રામપંચાયતના ઇન્ચાર્જ સરપંચે નોટિસ  ઇસ્યુ કરી છે.જ્યાં સુધી કોરોના વાયરસનું નિયંત્રણ ના આવે ત્યાં સુધી ઠંડા પીણા બંધ રાખવા સુચના આપી છે. નોટિસનો અનાદર કરનાર દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ ગ્રામપંચાયતા ઇન્ચાર્જ સરપંચ પરેશ પટેલે નોટિસમાં જણાવ્યુ હતું.

નાઇટ ટૂર્નામેન્ટ બંધ કરવા નોટિસ
રૂપપુરા ગામમાં નાઇટ ટૂર્નામેન્ટ યોજાઇ છે. ત્યારે રૂપપુરા  લીલાપુર ગ્રામ પંચાયતે ટૂર્નામેન્ટ બંધ કરવા નોટિસ આપી છે. જેમાં જણાવ્યુ કે નોવેલ કોરોના વાયરસના વૈશ્વિક મહામારીના કારણે ગામમાં રમાતી નાઇટ ટૂર્નામેન્ટના કારણે વધુ માણસો ભેગા થાય છે. પરિણામે કોરોના થવાની સંભાવના રહે છે. ત્યારે આયોજકોને આરોગ્ય વિભાગના પરિપત્રના ભાગરુપે ટૂર્નામેન્ટ બંધ કરવા નોટિસ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...