વિકાસકામો:મહેસાણાના ધાર્મિક સ્થળોમાં પાલિકા બ્લોક લગાવી આપશે

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહેસાણાના 18 નગરસેવકોએ 35 વિસ્તારોમાં રોડ, વરસાદી લાઇન, બ્લોકનાં કામ સૂચવ્યાં
 • રોટરી ક્લબની રેલવે સ્ટેશન ફુવારા ચોકમાં ક્લોકટાવર બનાવવા દરખાસ્ત

મહેસાણા શહેરમાં ધાર્મિક સ્થળોની જગ્યામાં રૂ. 3 લાખની મર્યાદામાં બ્લોક લગાવવા ધારદેવી ચામુંડા માતાજી મદિર સંકુલમાં, નાગલપુર કસ્બા ખાતે મસ્જિદમાં, જયનારાયણ મંદિર સહિત વિવિધ ધાર્મિક સંસ્થાઓની માંગણીઓ આવતાં નગરસેવકો દ્વારા બ્લોક લગાવી આપવા સૂચનો કરાયાં છે. જેને લઇ નગરપાલિકા હવે ધાર્મિક સ્થળોના પ્લોટમાં બ્લોક લગાવવા પાલિકાની તા.26મીની સભામાં નિર્ણય લેશે. 18 નગરસેવકોએ તૂટી ગયેલા રસ્તાની જગ્યાએ નવા સીસી રોડ બનાવવા, વરસાદી પાણી નિકાલની લાઇન, રોડ સાઇડમાં બ્લોક લગાવવા, ડીવાઇડર બનાવવા સહિત 35 કામો સભામાં લેવાયા છે.

આ કામો સૂચવાયા : ટીબી રોડ આશ્રય હોટલ સામે રિઝર્વ પ્લોટમાં શોપિંગ સેન્ટર બનાવાશે

 • અક્ષરધામ ફ્લેટથી રાજકમલ પેટ્રોલપંપને જોડતો નવો સીસી રોડ બનાવવો.
 • સોમનાથ ચાર રસ્તાથી માનવ આશ્રમ સુધી ડીવાઇડર ઉપર જાળી નાંખવી.
 • વિસનગર રોડથી અમરપુરા રસ્તાની ઉંચાઇ વધારી સીસી રોડ બનાવવો.
 • પોઇન્ટ પ્લાઝા માર્કેટ આગળ માનવ આશ્રમ બિલાડી બાગથી ગાંધીનગર લીંક રોડને જોડતો જાહેર માર્ગ બનાવવો.
 • રોટરી ક્લબ દ્વારા રેલવે સ્ટેશન ફુવારા ચોકમાં ક્લોક ટાવર બનાવવા દરખાસ્ત.
 • ઇન્દિરાનગર નારણઆશ્રમની બાજુથી શિવમ રેસીડેન્સી મંજૂર રોડ બનાવવો.
 • કસ્બા પટેલ વાડીથી ખારી નદી સુધી વરસાદી પાણી નિકાલની નવી લાઇન નાંખો.
 • તુલસીપાર્કથી પાટીદાર સોસાયટી સુધી 150 મીટર વરસાદી લાઇન નાંખવી.
 • ચોકની લીમડીથી લાખવડી ભાગોળ, ખારી નદી વરસાદી પાણી લાઇન નાંખવી.
 • સૂર્યનારાયણ વસાહતના બે મહોલ્લામાં નવો સીસી રોડ બનાવવો.
 • દેલા વસાહતની ગલીઓમાં સીસી રોડ કરવો.
 • વી.કે.વાડીથી ચોકની લીમડી સુધીના વિસ્તારમાં શૌચાલય બનાવો.
 • આરટીઓ પાસે નવા સ્મશાનમાં સગડીઓ, ઓરડી, બેઠક, સીસી રોડ બનાવવો.
 • ટીબી રોડ આશ્રય હોટલ સામે રિઝર્વ પ્લોટમાં શોપિંગ સેન્ટર બનાવવું.
 • સોમનાથ રોડ શિવમ હેરિટેજથી શિવવિહાર તરફ વરસાદી લાઇન નાંખવી.
 • હિંગળાજ ચાર રસ્તાથી રિયા ફ્લેટ સુધી સીસી રોડ, વરસાદી લાઇન કરવી.
 • દ્વારકાપુરી વિસ્તારમાં રવિ શોપિંગ સેન્ટરથી પ્રા.શાળા સુધી સીસી રોડ બનાવો.
 • લાખવડી ભાગોળ આંગણવાડી રિપેર કરી જાળી-ઝાંપા લગાવવા.
 • ઓડવાસમાં નવો આરસીસી રોડ બનાવવો.
 • ચંદનપાર્ક સોસાયટીથી પૂજન કોમ્પલેક્ષ મોઢેરા રોડ સુધી વરસાદી લાઇન, સીસી રોડ, પેવર બ્લોક કરવા.
 • રામોસણા ચોકડીથી વિસનગર લીંક રોડ બ્રિજ સાઇડે મનદર્શન સોસાયટી સુધી સીસી રોડ બનાવવો.
 • નાગલપુર રામજી મંદિર વાળીનાથ ચોક સુધી નવા ડીવાઇડર બનાવો.
 • મોહનપુરામાં પાલિકાના મહિલા વિકાસ મંડળ, બાલવાડી બિલ્ડિંગ જર્જરીત હોઇ નવી આંગણવાડી બનાવી ઉપર હોલ બનાવવો.
અન્ય સમાચારો પણ છે...