તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓક્સિજન ઝોન:વિજાપુરના હિરપુરાની પડતર જમીનમાં રોટરી ક્લબ દ્વારા ઓક્સિજન ઝોન બનાવાયો

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 21 હજાર વૃક્ષોનું જતન રોટરી ક્લબ અને ગામ લોકો કરશે

રાજ્યભરમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો. કોરોના દર્દીઓ એક એક શ્વાસ ઉછીનો લેતા હોય તેમ ઓક્સિજન માટે વલખાં મારી રહ્યાં હતાં. જેને ધ્યાને લઇને ભવિષ્યમાં આવી મહામારી સામે લડી શકાય તે માટે વિજાપુર રોટરી કલબ દ્વારા હિરપુરા ગામની શીમની પડતર જમીનમાં 21 હજાર વૃક્ષો અને રોપાઓ વાવીને ઓક્સિજન ઝોન બનાવવામાં આવ્યો છે.

આ અંગે રોટરી કલબના શામજી ગોરે જણાવ્યું હતુ કે, રોટરી ક્લબ ઓફ વિજાપુર વૃક્ષો વાવવા માટે અને એક કુદરતી ઓક્સિજન ઝોન બનાવવાના વિચારને પગલે ધારાસભ્ય તેમજ સરપંચ વીએમ પટેલના સહકાર તેમજ ગ્રામજનોની મદદથી હિરપુરા સીમની પડતર ખરાબાની જગ્યાનો ઉપયોગ કરી તેમાં 21 હજારથી પણ વધુ વૃક્ષો વાવીને કુદરતી ઓક્સિજન ઝોન તૈયાર કરવામાં આવ્યુ છે.

આ ઓક્સિજન ઝોનની દેખરેખ રોટરી ક્લબ તેમજ ગામના સેવાભાવી યુવાનોના હાથમાં રહેશે. તેમજ વધુ જગ્યાનો ઉપયોગ કરી વૃક્ષની વધુ જતન કરી ઓક્સિજન પાર્કને રળીયામણું બનવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોનાના સમયે ઓક્સિજન મેળવવા માટે લોકોએ ખુબ દોટ મુકી હતી અને જે હવે કુદરતનો આભાર માનીને દરેકે એક વૃક્ષ વાવી કુદરતી ઓક્સિજનને આવકાર આપવાની લોક જાગૃતિ ને લઈને અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...