તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:મહેસાણામાં સાંઇક્રિષ્ણા અને સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ બનશે

મહેસાણા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ઓએનજીસીના સહયોગથી સાંઇક્રિષ્ણામાં 10 દિવસમાં પ્લાન્ટ તૈયાર થઇ જશે

કોરોના મહામારીમાં ઓક્સિજન કટોકટો ઊભી થતાં હવે તાબડતોબ નવા ઓક્સિજન પ્લાન્ટ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. મહેસાણા સિવિલ હોસ્પિટલ અને સાંઇક્રિષ્ણા કોવિડ હોસ્પિટલમાં 58 બેડ માટે ઓક્સિજન પ્લાન્ટની તૈયારી શરૂ કરાઇ છે. પીઆઇયુ વિભાગના સૂત્રોએ કહ્યું કે, મહેસાણામાં બે જગ્યાએ હવામાંથી ઓક્સિજન તૈયાર કરતો પીએસએ પ્લાન્ટ બનાવવા મંજૂરી મળી છે. બંને જગ્યાએ હાલ કામગીરી ચાલી રહી છે.

સિવિલ હોસ્પિટલમાં માનસિક રોગી વિભાગમાં કોવિડ દર્દીઓ માટે 70 બેડની ક્ષમતામાં પ્લાન્ટ બનાવવાનું આયોજન છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 30 અને પ્રથમ માળે 40 બેડ સુધી પાઇપ લાઇનનું કામ પૂર્ણ કરાયું છે. બહાર પ્લાન્ટ માટેનો બેઝ બનાવી નોઝલ ફિટિંગ કરાયું છે. સિવિલના સૂત્રોએ કહ્યું કે, પહેલા સાંઇક્રિષ્ણા હોસ્પિટલમાં ઓએનજીસીના સહયોગથી ઓક્સિજન પ્લાન્ટની મંજૂરી મળી છે. દિલ્હીથી આગામી 10 દિવસમાં પ્લાન્ટ આવ્યે અહીં કાર્યરત થશે. જેમાં હવામાંથી ઓક્સિજન તૈયાર કરી દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો