તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા કાર્ય:મહેસાણાના 15 મિત્રોનું પ્રાણવાયુ ગૃપ, 481 દર્દીઓને ઓક્સિજન ​લેવલમાં જરૂરી ફ્લોમીટર આપી ચૂક્યું છે

મહેસાણા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માર્કેટમાં અછત હોઇ પહેલાં ગૃપ માટે 16 કીટ લાવ્યા, પણ તેમને જરૂર ન પડતાં અન્ય લોકોને ઉપયોગી થવા શરૂ કર્યો સેવા પ્રોજેક્ટ

મહેસાણામાં હોસ્પિટલોમાં ઓક્સિજન બેડના અભાવે અનેક દર્દીઓ ઘેરબેઠાં ઓક્સિજન સાથે સારવાર લઇ રહ્યા છે. પરંતુ બજારમાં ઓક્સિજન લેવલ ટકાવવા ઉપયોગી ફ્લોમીટર મળતા નથી અને ક્યાંક મળે છે તો ખૂબ ઊંચા ભાવે લેવા પડી રહ્યા છે. ત્યારે શહેરના 15 મિત્રોનું સરદાર પ્રકલ્પ પ્રાણવાયુ ગૃપ હોમ ક્વોરન્ટાઇન દર્દીઓને મફત ફ્લોમીટર આપી રહ્યું છે. શહેરમાં 6 દિવસમાં 481 દર્દીઓને ઓક્સિજન ફ્લોમીટર વિતરણ કરાયાં છે. ફ્લોમીટર માટે 9913 147935 નંબર ઉપર સંપર્ક કરી શકાશે.

દેદિયાસણ જીઆઇડીસી 434 નંબરના પ્લોટમાં કોરોનામાં કાર્યરત મિત્રોના ગૃપના કેતુલ પટેલે કહ્યું કે, કોરોનામાં અમે 15 મિત્રો રૂ.4.50 લાખમાં ફ્લોમીટરની 16 કીટ ગૃપ માટે 24 એપ્રિલે લાવ્યા હતા. પરંતુ ભગવાનની મહેરબાનીથી કોઇને જરૂર ન પડી અને બહારથી ફ્લોમીટર માટે જરૂરિયાતના ફોન આવવા લાગ્યા એટલે આ વિચાર આવ્યો. લોકોની ફ્લોમીટર માટે જરૂરિયાત વધતી ગઇ તેમ મિત્રસર્કલમાંથી ફંડ ભેગું થયું તેમ તેમ ફ્લોમીટરની કીટો વધારી અને આજ સુધીમાં 481 કીટો ઉપલબ્ધ થતાં દર્દીઓને વિતરણ કરાઇ છે.

આ ગૃપ દ્વારા કોરોના દર્દીના રિપોર્ટ, આધારકાર્ડ વગેરે કોપી મેળવી ફ્લોમીટર અપાય છે. જેમાં રૂ.6000 ડિપોઝિટ જમા કરાવી ફ્લોમીટર મેળવી શકાય. સામાન્ય રીતે 6 દિવસ સતત દર્દીને ઓક્સિજનની જરૂરિયાત રહે. જરૂર વિનાની વ્યક્તિ લઇ ન જાય તે માટે લીધેલી ડિપોઝિટ પરત આપવા આવતાં આપી દઇએ છીએ. તેઓ પણ આ કાર્યમાં યથાશક્તિ ફંડ આપતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો