બે જૂથ વચ્ચે ચકમક:કડીની આદર્શ હાઇસ્કુલના ગેટ બહાર પથોડા ગામના બે ઉમેદવાર પક્ષો વચ્ચે હાર જીતને લઇને બોલાચાલી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંદરો અંદર મારામારીના દ્રશ્યો પણ સર્જાયા

મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી મતગણતરી કેન્દ્રો પર ઠંડીના ચમકારા વચ્ચે મતગણતરી શરૂ થઇ હતી. જિલ્લામાં હાલમાં 10 સ્થળો પર મતગણતરીની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલી રહી છે. ત્યારે મહેસાણા જિલ્લાના કડીના દેત્રોજ રોડ ખાતે આવેલી આદર્શ હાઇસ્કુલના ગેટ બહાર પથોડા ગામના બે ઉમેદવારના પક્ષો વચ્ચે હાર જીતને લઇ ને બોલાચાલી થઈ હતી ત્યારબાદ બે જૂથ વચ્ચે ભારે ચકમક થઈ હતી.

મહિલાઓએ એક ઇક્કો ગાડી રોકી બોલાચાલી કરી હતી. તેમજ એક વ્યક્તિએ પોતાના હાથમાં લાકડી ઉઠાવી હતી. ક્યાંક અંદરો અંદર મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા. બંને પક્ષ વચ્ચે માથાકૂટ થતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય હતા. ત્યારબાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવતા મામલો શાંત પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...