તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષ:જિલ્લા શિક્ષણ સમિતિમાં અનુ.જાતિ આદિજાતિના સભ્યોની બાદબાકીથી રોષ

મહેસાણા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોંગી સભ્યોની સમિતિની નવરચના કરવા વિકાસ કમિશ્નરને રજૂઆત
 • 8મીએ ચેરમેનની વરણી થાય તે પહેલાં સભ્યોની નિયુક્તિના વિવાદથી હલચલ સમિતિમાં અનુસુચિત જાતિ અને આદિજાતિના 1-1 સભ્ય લેવા ફરજિયાત હોવા છતાં પણ લીધા નથી

ભાજપ શાસિત મહેસાણા જિલ્લા પંચાયતમાં નવરચિત જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનની વરણી થાય તે પહેલાં સભ્યોની નિયુક્તિને લઇ નારાજગીનો સૂર ઊભો થયો છે. સમિતિમાં અનુસૂચિત જાતિ અને આદિ જાતિના એક-એક સભ્ય લેવા ફરજિયાત હોવા છતાં નહીં લેવાતાં વિપક્ષ કોંગ્રેસના સદસ્યોએ નવેસરથી સમિતિ રચવા રાજ્યના વિકાસ કમિશ્નરને લેખિત રજૂઆત કરી છે.

જિલ્લા પંચાયતના કોંગ્રેસી સદસ્ય હર્ષદભાઇ પટેલ, કુલદિપસિંહ ચૌહાણ અને રાજીબેન ચૌધરીએ વિકાસ કમિશ્નરમાં કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, જિલ્લા પંચાયતની સભામાં શિક્ષણ સમિતિની રચના કરાઇ છે, પરંતુ પંચાયત ધારાની કલમ 145 (2) મુજબ અનુ.જાતિ અને અનુ.આદિ જાતિમાંથી એક-એક સભ્ય લેવાના ફરજિયાત હોય છે. તેમ છતાં શિક્ષણ સમિતિમાં 9 સભ્યોની નિયુક્તિ પૈકી અનુ.જાતિ અને આદિજાતિના સભ્યોને સમાવાયા નથી.

આથી શિક્ષણ સમિતિ રચનાનો ઠરાવ પ્રતિચ્છેદ કરી આગામી સાધારણ સભામાં અનુ.જાતિ અને આદિ જાતિના ચૂંટાયેલા સભ્યોમાંથી નવી શિક્ષણ સમિતિની રચના કરવા રજૂઆત કરી છે. આગામી 8 એપ્રિલે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનની વરણી ન કરવા તેમજ મળનાર આ બેઠક રદ કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો