તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:મહેસાણા રેલવે કોરીડોરની કામગીરીમાં 10 સોસાયટીનો રસ્તો બંધ કરાતાં રોષ

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિસનગર રોડ પર ફાટક પાસેનો રસ્તો બંધ કરી દેવાતાં આંદોલનની ચીમકી
  • રેલવે વિભાગે ડાવર્ઝન નહીં આપતાં સોસાયટીઓના રહીશોને અઢી કિલોમીટરનું ચક્કર કાપવું પડે છે

મહેસાણાના વિસનગર રોડ પર આંબેડકર બ્રિજની નીચે રેલવે ફાટક પાસે ચાલી રહેલી કોરીડોરની કામગીરી દરમિયાન અત્રેની 10 સોસાયટીઓને જોડતો રસ્તો રાતોરાત બંધ કરી દેવાતાં સ્થાનિકોમાં રોષ પ્રસર્યો છે. રસ્તો બંધ થતાં અઢી કિલોમીટર ફરીને જવા મજબૂર બનેલા રહીશોના કહેવા મુજબ, ગુજરાત હાઉસિંગવાળા જો અવરજવર અટકાવી દે તો 10 સોસાયટીઓના રહીશોને ઘરમાં બેસી રહેવાનો વારો આવે તેમ છે. આ સંબંધે ઝડપી નિર્ણય નહીં લેવાય તો આંદોલનનો માર્ગ અપનાવીશું.

અહીંની હાઉસિંગ, તુલસીપાર્ક, યોગેશ્વર, ગોકુલધામ, નરસિંહ કૃપા, શાંતિસાગર, સપ્તેશ્વર સહિતની 10 સોસાયટીના રહીશો કફોડી હાલતમાં મૂકાયા છે. તુલસીપાર્કના રહીશ મહેન્દ્રભાઇ ડેરિયાએ કહ્યું કે, ગળનાળાની કામગીરી દરમિયાન ડાયવર્ઝન ન આપતાં હાઉસિંગમાંથી જવું પડે છે અને જો તે રસ્તો બંધ કરે તો અવર-જવર બંધ થઇ જાય. જ્યારે શાંતિસાગર સોસાયટીના કિર્તીભાઇ પરમાર અને અનિલભાઇ જોશીએ કહ્યું કે, આ કામ કેટલો સમય ચાલશે તેની જાણ વિના જ રસ્તો બંધ કરી દેવાયો છે.

સોસાયટીના એનએમાં આ અમારી માલિકીનો રસ્તો છે અને કલેકટરે પણ આ રસ્તો બંધ નહીં કરવા લેખિતમાં આપ્યું છે. યોગેશ્વર સોસાયટીના દર્શનભાઇ આનંદે કહ્યું કે, રેલવે વિભાગે રસ્તો બંધ કરી સોસાયટીઓનું ડાયવર્ઝન અઢી કિલોમીટર દૂર સિદ્ધાર્થ સ્કૂલ પાસે આપતાં તમામને ફરીને જવું પડે છે. રેલવે સૂત્રો મુજબ, હાલમાં રેલવે કોરીડોરના ગરનાળાની કામગીરીમાં અવર-જવરને કારણે કોઇ ઘટના ન બને તે માટે રસ્તો બંધ કરી ડાયવર્ઝન અપાયું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો