મહેસાણા શહેરમાં રહેણાંક, કોમર્શિયલ મળી 85 હજાર મિલકતદારો પાસેથી નગરપાલિકાએ કુલ રૂ.21.26 કરોડ વેરો વસૂલવાનો નીકળે છે. જે પૈકી અત્યાર સુધી 68 હજાર જેટલા મિલકતદારોને માગણા બિલ મોકલી અપાયા છે. 8 ડિસેમ્બરની સ્થિતિએ રૂ.11.21 કરોડ વેરો જમા થયો છે.
એટલે કે, હજુ ચાલુ વર્ષનો રૂ.8.24 કરોડ વેરો વસુલવાનો બાકી છે. વોર્ડ નં.3 અને 1માં હજુ માંગણા બિલ ઇસ્યુ કરાયા નથી, જે 17 ડિસેમ્બર પછી બિલ મળ્યે વેરાની આવક વધશે. પાછલા વર્ષોની બાકી રકમ નહીં ભરનાર સહિત ઉદાસીન બાકીદારોની મિલકત સીલ કરવાની કવાયત પણ નગરપાલિકાએ શરૂ કરી છે.
શહેરમાં પાલિકાની ચાલુ વર્ષ અને પાછલા વર્ષની વેરા ડિમાન્ડ અને આવક
ટેક્ષ | જૂનીડિમાન્ડ | ચાલુ ડિમાન્ડ | કુલ | જૂની વસુલાત | ચાલુવસુલાત | કુલ | |||
જનરલ | 122507970 | 113655492 | 236163462 | 7986432 | 68272787 | 76259219 | |||
ખાસપાણી | 39985711 | 37295486 | 77281197 | 2624495 | 20452602 | 23077097 | |||
જનરલ પાણી | 8084042 | 4950289 | 13034331 | 677390 | 2401220 |
| |||
સ્ટ્રીટલાઇટ | 10857682 | 8465275 | 19322957 | 766457 | 4334856 | 5101313 | |||
સફાઇ | 14117823 | 11484064 | 25601887 | 1009460 | 6022472 | 7031932 | |||
ગટર | 3893234 | 4941301 | 8834535 | 342336 | 2330767 | 2673103 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.