ઉત્તર ગુજરાતમાં વર્ષ 2020-21માં 69277 મહિલા અને પુરૂષોએ વ્યંધિકરણ સાથે ફેમિલી પ્લાનિંગમાં રસ દાખવી ચૂક્યા છે. કુલ વ્યંધિકરણમાં 33.31% સાથે બનાસકાંઠાનો સૌથી વધુ હિસ્સો રહ્યો છે. જ્યારે પાટણમાં સૌથી ઓછો 13.91% હિસ્સો છે. સાબરકાંઠામાં 21.59%, અરવલ્લીમાં 16.25% અને મહેસાણામાં 14.62% હિસ્સો રહ્યો છે.
ઉત્તર ગુજરાતમાં ફેમિલી પ્લાનિંગને મહિલાઓ કરતાં પુરૂષો ઓછું મહત્વ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કેમકે વર્ષ 2020-21માં ઉત્તર ગુજરાતની 69251 મહિલાઓ સામે માત્ર 26 પુરૂષોએ જ વ્યંધિકરણ કરાવ્યું હતું. એટલે કે, 99.96% મહિલાઓ સામે પુરૂષોની સંખ્યા માત્ર 0.04% જ રહી છે.
એમાં પણ સાબરકાંઠાના 13 અને અરવલ્લીના 12 પુરૂષોની સંખ્યા ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ રહી છે. જ્યારે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં એક પણ પુરૂષે વ્યંધિકરણ કરાવ્યું નથી. જોકે, મહેસાણામાં 1 માત્ર પુરૂષે વ્યંધિકરણ કરાવ્યું હતું.
5 જિલ્લામાં નસબંધીની સ્થિતિ | |||
જિલ્લો | પુરૂષ | મહિલા | કુલ |
મહેસાણા | 1 | 10331 | 10132 |
પાટણ | 0 | 9636 | 9636 |
બનાસકાંઠા | 0 | 23076 | 23076 |
સાબરકાંઠા | 13 | 14961 | 14974 |
અરવલ્લી | 12 | 11247 | 11259 |
કુલ | 26 | 69251 | 69277 |
(સ્રોત : 5 જિ.પં.નો વર્ષ-2020-21નો અહેવાલ) |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.