કોરોના સંક્રમણ:જિલ્લામાં કોરોનાના 46 કેસમાં સૌથી વધુ 29 મહેસાણાના

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાટણમાં 44, સાબરકાંઠામાં 22 અને બનાસકાંઠામાં 8 કેસ
  • મોડાસાના કોલીખડમાં 82 વર્ષીય વૃદ્ધનું કોરોનાથી મોત

ઉત્તર ગુજરાતમાં કોરોનાની ચોથી લહેરમાં મંગળવારે 120 કેસ નોંધાયા હતા. જેમાં મહેસાણામાં 46, પાટણમાં 44, સાબરકાંઠામાં 22 અને બનાસકાંઠા જિલ્લામાં 8 કેસનો સમાવેશ થાય છે. જ્યારે મોડાસાના કોલીખડ ગામના 82 વર્ષીય વૃદ્ધનું કોરોનાથી મોત થયું છે. જે પ્રથમ મોત છે.

મહેસાણા જિલ્લામાં 46 કેસ પૈકી 19 કેસ શહેરી અને 27 કેસ ગ્રામ્ય વિસ્તારના હતા. તેની સામે 45 દર્દી સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા હતા. સૌથી વધુ મહેસાણામાં 29 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત વિસનગરમાં 12, ઊંઝામાં 3 અને વિજાપુરમાં 2 કેસ નોંધાયા હતા. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 1727 શંકાસ્પદ સેમ્પલ એકત્ર કરાયા હતા.

જિલ્લામાં 46 કેસની સ્થિતિ
વિસ્તારશહેરીગ્રામ્યકુલ
મહેસાણા72229
વિસનગર9312
ઊંઝા303
વિજાપુર022
કુલ192746

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...