• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Out Of 17 Thousand Anemic Women In The District, 4 Thousand Pregnant Mothers Will Be Given Injections To Make Up For The Iron Deficiency.

રાજ્યમાં સૌપ્રથમ હોવાનો દાવો:જિલ્લામાં લોહીની ઉણપ ધરાવતી 17 હજાર પૈકી 4 હજાર સગર્ભા માતાઓને લોહતત્વની ઉણપ પૂરી કરવા માટે ઇન્જેક્શન અપાશે

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સગર્ભા માતાનો મૃત્યુદર અટકાવવા જિલ્લા વહીવટી તંત્રની નવી પહેલ

મહેસાણા જિલ્લામાં સગર્ભા માતાનો મૃત્યુદર અટકાવવા જિલ્લા વહીવટી તંત્રએ સમગ્ર રાજ્યમાં સૌપ્રથમવાર નવી પહેલ કરી છે. જિલ્લાની 17 હજાર પૈકી જેમની પ્રસૂતિનો સમય નજીક છે અને હિમોગ્લોબિનનું પ્રમાણ 6%થી પણ ઓછું છે તેવી 4 હજાર સગર્ભા માતાઓને લોહતત્વની ઉણપ પૂરી કરવા ખાસ પ્રકારનાં ઇન્જેક્શન આપવામાં આવશે.

સમગ્ર રાજ્યમાં સગર્ભા માતાઓના મોતનું પ્રમાણ મહેસાણા જિલ્લામાં વધારે હોઇ આરોગ્ય તંત્રએ તપાસ કરતાં ઘણાં કારણો બહાર આવ્યા હતા. જેમાં લોહીની ઉણપ હોવાનું મુખ્ય કારણ હતું. જેને લઇ જિલ્લા કલેક્ટર ઉદીત અગ્રવાલ અને ડીડીઓ ડૉ. ઓમ પ્રકાશ દ્વારા 6 મહિનાથી પ્રયત્નો હાથ ધરાયા હતા.

જેમાં હિમોગ્લોબિનની ઉણપ પૂરી કરવા રાજ્ય સરકાર સમક્ષ 4,000 જેટલા ફેરિક કાર્બોક્ષી માલ્ટોઝ (એફસીએમ) અને 30,000 જેટલા B12ના ઇન્જેક્શનની માંગણી કરી હતી. જેને રાજ્ય સરકારે સ્વીકૃતિ આપી છે. હવે ઇન્જેક્શનની ફાળવણી થતાં જેમની પ્રસૂતિનો સમય નજીક છે અને 6%થી ઓછું હિમોગ્લોબિન છે તેવી 4000 જેટલી માતાઓને આ એફસીએમ ઇન્જેક્શન અપાશે.

સગર્ભાના મોતના ઘણાં કારણ બહાર આવ્યાં
જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વિનોદભાઈ પટેલે જણાવ્યું કે, સગર્ભા માતાઓનાં મોત પાછળ એનિમિયા, બીપી, વજન ઓછું, મલ્ટીપલ પ્રેગ્નન્સી, અગાઉ બે સિઝેરિયન ઓપરેશન કરાવ્યા હોય સહિતનાં કારણો બહાર આવ્યા છે. પરંતુ, મોતના 50 ટકા કિસ્સામાં માતાઓમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોવાનું બહાર આવ્યું છે.

સગર્ભા માતામાં હિમોગ્લોબિનની ઉણપ પૂરી કરવા નવી પહેલ કરી છે
રાજ્યમાં મહેસાણા જિલ્લામાં સગર્ભા માતાઓનો મૃત્યુદર વધારે હોવાનું બહાર આવતાં કલેક્ટર સાથેની બેઠકમાં જિલ્લાની સગર્ભા માતાઓમાં મોતનાં ઘણાં બધાં કારણ બહાર આવ્યા હતા. પરંતુ મુખ્ય કારણ હિમોગ્લોબિનની ઉણપ હોવાનું ધ્યાને આવતાં સગર્ભા માતાઓનો મૃત્યુદર અટકાવવા તેમજ આ માતાઓને એફસીએમ ઇન્જેક્શન આપી તેમનામાં રહેલી હિમોગ્લોબિનની ઉણપ પૂરી કરવા રાજ્યમાં સૌપ્રથમ મહેસાણાએ પહેલ શરૂ કરી છે.> ડો. ઓમ પ્રકાશ, જિ.વિ.અધિકારી

અન્ય સમાચારો પણ છે...