તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Out Of 15 Dams In North Gujarat, 34.25% Water Has Been Used In Last 4 Months, Sipu Dam Has The Lowest Water Content Of Only 3.46%.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીનો જથ્થો:ઉત્તરગુજરાત ના 15 ડેમમાંથી છેલ્લા 4 મહિનામાં 34.25% પાણીનો જથ્થો વપરાયો, સીપુ ડેમમાં સૌથી ઓછું માત્ર 3.46% પાણી

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ચોમાસા પહેલાં સીપુ, મુક્તેશ્વર, દાંતીવાડા, ગુહાઇ અને લાંક ડેમ ખાલી થવાની શક્યતા

ઉ.ગુના 15 ડેમોમાં ગત 2 ઓક્ટોબર, 2020ની સ્થિતિએ 1576.75 એમસીએમ (81.73%) પૈકી 1436.79 એમસીએમ (80.82%) પાણી વપરાશ લાયક હતું. 4 મહિનામાં 660.65 એમસીએમ એટલે કે 34.25% પાણીનો જથ્થો વપરાયો છે. પાણીના વપરાશ વચ્ચે હજુ ઉનાળો શરૂ થયો નથી ત્યાં બ.કાંઠાના સીપુ ડેમમાં માત્ર 3.46% પાણી બચ્યું છે. ઘર અને ખેતી માટે ઉપયોગમાં લેવાયેલા પાણીના કારણે મહેસાણામાં 37.85%, બનાસકાંઠામાં 31.46%, સા.કાંઠામાં 30.73% અને અરવલ્લીમાં 33.30% પાણીનો જથ્થો છેલ્લા 4 મહિનામાં વપરાયો છે. ચોમાસુ શરૂ થાય તે પહેલાં બ.કાંઠાના સીપુ, મુક્તેશ્વર અને દાંતીવાડા તેમજ સા.કાંઠાના ગુહાઇ તથા અરવલ્લીનો લાંક ડેમ ખાલી થવાની શક્યતા છે.

મહેસાણાના ધરોઇ ડેમમાંથી ઉનાળો નીકળી જશે
મહેસાણાનો ધરોઇ ડેમ ચોમાસામાં 100% ભરાયો હતો. છેલ્લા 4 મહિનામાં 37.85% જથ્થો વપરાતાં હાલમાં 62.15% પાણીનો જથ્થો છે. તે પૈકી વપરાશમાં લઇ શકાય તેવો 58.73% પાણીનો જથ્થો આગામી ચોમાસા સુધી પર્યાપ્ત માત્રામાં છે. આગામી ચોમાસુ મોડું શરૂ થાય તો પણ પાણીની અછત નહીં સર્જાય.

બ.કાં.ના 3 ડેમમાં 18.74% જથ્થો બચ્યો
બનાસકાંઠાના 3 ડેમમાં ચોમાસાના અંતે 50.20% પાણીનો જથ્થો સંગ્રહ થયો હતો. છેલ્લા 4 મહિનામાં 31.46% જથ્થો વપરાશમાં લેવાતાં હાલમાં 18.74% જથ્થો છે. 3.46% સાથે સીપુ ડેમ ઉનાળો પૂરો થતાં પહેલાં ખાલી થઇ જશે. જ્યારે 21.50% સાથે મુક્તેશ્વર અને 24.79% સાથે દાંતીવાડા ડેમ ચોમાસુ શરૂ થતાં પહેલાં ખાલી થઇ જશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.

સા.કાં.ના 5 પૈકી ગુહાઇ ડેમમાં 20.89% જથ્થો બચ્યો
સાબરકાંઠાના 5 ડેમમાં ચોમાસુ પૂર્ણ થતાં 65.14% જથ્થો પાણી સંગ્રહ થયું હતું. તે પૈકી છેલ્લા 4 મહિનામાં 30.73% પાણીના વપરાશ સાથે હાલમાં 34.41% પાણી બચ્યું છે. જેમાં જવાનપુરામાં 81.60%, હરણાવ-2 માં 65.32%, ગોરઠીયામાં 48.27% અને ખેડવામાં 45.45% સારી સ્થિતિમાં છે. જ્યારે ગુહાઇમાં 20.89% પાણીનો જથ્થો ચિંતાજનક છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો