• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Out Of 135 Villages In The District, 100% First Dose Vaccination Is Highest In 35 Villages Of Mehsana And 33 Villages Of Vijapur.

આયોજન:જિલ્લાના 135 ગામમાં પ્રથમ ડોઝનું 100% રસીકરણ સૌથી વધુ મહેસાણાના 35 અને વિજાપુરના 33 ગામો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાનના જન્મ દિવસે 250 ગામમાં 100% વેક્સિનેશનનો લક્ષાંક

અાગામી તા.17 મીઅે વડાપ્રધાનના જન્મ દિવસ સુધીમાં મહેસાણા જિલ્લાના 250 ગામમાં પ્રથમ ડોઝનું 100% વેક્સિનેશન કરવાનો લક્ષ્યાંક અપાયો છે. અત્યાર સુધીની કામગીરીમાં 135 ગામમાં પ્રથમ ડોઝનું 100% વેક્સિનેશન પૂર્ણ થયું છે. મહેસાણા જિલ્લાના 610 ગામ પૈકી 135 ગામમાં વેક્સિનના પ્રથમ ડોઝનું 100% કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. જેમાં સાૈથી વધુ મહેસાણા તાલુકાના 35 તેમજ વિજાપુર તાલુકાના 33 ગામનો સમાવેશ થાય છે.

અા ઉપરાંત વડનગર તાલુકાના 21 ગામ, કડી તાલુકાના 15 ગામ, વિસનગર તાલુકાના 10 ગામ, જોટાણા તાલુકાના 8 ગામ, ઊંઝા તાલુકાના 6 ગામ, બહુચરાજી તાલુકાના 3 ગામ, ખેરાલુ તાલુકાના 3 ગામ અને સતલાસણા તાલુકાના 1 ગામમાં પ્રથમ ડોઝનું 100% વેક્સિનેશન પૂર્ણ થઇ ચૂક્યું છે. બીજી બાજુ જિલ્લા અારોગ્ય વિભાગ દ્વારા બાકી રહેતાં 115 ગામમાં 100% વેક્સિનેશન પુરૂ કરવા જે ગામમાં પ્રથમ ડોઝનું વેક્સિનેશન વધુ થયુ અોય તેવા ગામોમાં ગ્રામ સભા યોજી ગ્રામજનોને વેક્સિનેશન માટે માર્ગદર્શન અાપવામાં અાવી રહ્યું છે. મહેસાણા જિલ્લામાં રસીકરણને વેગ આપવા માટે જિલ્લાના સરકારી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...