તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ઉઘરાણા મામલે ફાયર વિભાગના 2 કર્મીના બચાવમાં અન્ય કર્મી ઉતર્યા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજીબાજુ એજન્સીના કર્મચારીઓની સીઓને રજૂઆત

મહેસાણા નગરપાલિકાના ફાયર વિભાગમાં આઉટ સોર્સિંગ કર્મચારીઓમાં નોકરી માટે મહેશ ચૌધરી અને નીરવ પટેલ નામના 2 કર્મીઓ દ્વારા નાણાં ઉઘરાવવાનો મુદ્દો ઉછળતાં વિપક્ષ કોંગ્રેસે તપાસ કરી કાર્યવાહી કરવા રજૂઆત કર્યા બાદ મંગળવારે એજન્સીના આઉટ સોર્સિંગ કર્મચારીઓ આ બે કર્મચારીઓના બચાવમાં આવ્યા હતા.

ફાયર શાખામાં એ.બી. એન્ટરપ્રાઇઝ નામની એજન્સીરાહે ફરજ બજાવતા કર્મચારીઓએ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી હતી. જેમાં કહ્યું કે, અમારી પાસે નોકરી અપાવવા કોઇ નાણાં માગ્યાં નથી. પરંતુ અમે સૌ ભેગા મળી સાથી કર્મચારી જયદીપ પ્રજાપતિને કેન્સરની બીમારી હોઇ તેમને મદદ કરવા અમુક રકમ ભેગી કરવાનું નક્કી કર્યું હતું. જેની મહેશ ચૌધરી અને નીરવ પટેલને જવાબદારી સોંપી હતી.

ભાજપના એક જૂથનો કોંગ્રસને સપોર્ટની ચર્ચા
પાલિકામાં થોડા સમયથી ભાજપના નગરસેવકોના બે જૂથ પડી ગયા છે. બે જૂથ પૈકી એક જૂથ કોંગ્રેસના કાર્યક્રમોને પાછલા બારણે સપોર્ટ કરી રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...