મહેસાણા જિલ્લામાં તાલુકા સ્તરે સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝર તાલીમ અધિકારીઓની ભરતી શિબિરનું આયોજન એસ.આઇ.એસ ખાનગી એજન્સી દ્વારા 18 માર્ચથી 27 માર્ચ દરમિયાન કરવામાં આવશે. જેમાં સુપરવાઇઝર માટે ધોરણ 12 પાસ અને સુરક્ષા જવાન માટે ધોરણ 10નો અભ્યાસ કરેલો હોવો જરૂરી છે. 21થી 36 વર્ષની ઉંમર તેમજ 168 સે.મી ઉંચાઇ, 56 કિલો વજન સાથે છાતી પ્રમાણસર હોવી જરૂરી હોવું જોઈએ. તેમજ ગ્રેજ્યુએટ તાલીમ અધિકારી માટે સ્નાતક શિક્ષણની માગ કરી છે.
આ શિબિરમાં ભાગ લેવા માંગતા ઉમેદવારોએ ડોક્યુમેન્ટની નકલ, બે પાસપોર્ટ સાઇઝના ફોટા, આધાર કાર્ડ, બોલપેન સાથે હાજર રહેવાનું રહેશે. તેમજ પસંદગી પામેલા ઉમેદવારોને તાલીમ સેન્ટર માણસામાં તાલીમ આપી વિવિધ સ્થળોએ નિયુક્તી કરવામાં આવશે. આ અંગેની વધુ માહિતી માટે 8780777612 પર સંપર્ક કરવાનોરહેશે. આ શિબિર વિસનગર તાલુકામાં 18 માર્ચે, ઊંઝા તાલુકામાં 19 માર્ચે, ખેરાલું તાલુકામાં 20 માર્ચે, વડનગર તાલુકામાં 21 માર્ચે, સતલાસણા તાલુકામાં 22 માર્ચે, મહેસાણા તાલુકામાં 23 માર્ચે, કડી તાલુકામાં 24 માર્ચે, જોટાણા તાલુકામાં 25 માર્ચે, બેચરાજી તાલુકામાં 26 માર્ચે અને વિજાપુર તાલુકામાં 27 માર્ચે શિબિર તાલીમ કાર્યક્રમ યોજવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.