આદેશ:વિધાનસભાની ચૂંટણી પહેલાં મંજૂર કામો પૂરાં કરવા કવાયત 2 દિવસમાં 47 કરોડનાં કામોના ડીપીઆર તૈયાર કરવા આદેશ

મહેસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા શહેરમાં ડ્રેનેજનાં ~27 કરોડનાં અને વોટર વર્કસનાં ~19.83 કરોડનાં કામો મંજૂર થયાં છે

આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં મહેસાણા શહેરમાં વિકાસ કામો પૂરા કરવા પાલિકા તંત્ર કામે લાગ્યું છે. અમૃત-2 પ્રોજેક્ટમાં મંજૂર વોટર વર્કસ યોજનાના રૂ.19.83 કરોડ અને ડ્રેનેજ નેટવર્ક યોજનાના રૂ.27 કરોડના કામોના ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ બે-ત્રણ દિવસમાં તૈયાર કરી પ્રાદેશિક કમિશ્નર કચેરીમાં મોકલી દેવા ચીફ ઓફિસરે શાખા અધિકારીઓને આદેશ કર્યો છે. જેને લઇ તંત્ર ડીપીઆરને આખરી ટચ આપવા કામે લાગ્યું છે.

પાંચ જગ્યાએ નવી ઓવરહેડ ટાંકીઓ, બે જગ્યાએ પાણીના સમ્પ બનશે

  • રૂ.4.67 કરોડના ખર્ચે 5 થી 7 લાખ લિટર પાણીની ક્ષમતાની કસ્બા ટેકરા, ચવેલીનગર, રામોસણા, અંબાજી મંદિર નાગલપુર અને સોમનાથ ઋતુરાજ ફ્લેટ પાછળ નવી ઓવરહેડ ટાંકી બનશે. શોભાસણ રોડ અને બાહુબલી સોસાયટી નજીક ભૂગર્ભ સમ્પ બનશે.
  • રૂ.2.62 કરોડના ખર્ચે નાગલપુરના જૂના પંચાયત વિસ્તારમાં પાણીની ટાંકી સુધી કનેક્ટીવીટી કરાશે.
  • રૂ.6 કરોડના ખર્ચે 4 સમ્પથી ટાંકીઓ સુધી પાણી પહોંચાડવા 20 કિમી રાઇઝિંગ પાઇપલાઇન નંખાશે.
  • રૂ. 6.54 કરોડના ખર્ચે ટાંકીઓમાં પાણી ભરવા અને વિતરણ માટે ઇલેકટ્રીસીટી, મિકેનિકલ વર્ક, હાઇવે ક્રોસિંગ મંજૂરી, ઓપરેશન મેન્ટેનન્સ પાછળ ખર્ચાશે.

9.10 કરોડના ખર્ચે ડ્રેનેજના 5 વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશન બનાવાશે

  • રૂ.9.10 કરોડના ખર્ચે ગાંધીનગર લીંક રોડ, માર્કેટયાર્ડ પાછળ બ્રહ્માણી માતા મંદિર પાસે, શોભાસણ રોડ, વાઇડ એન્ગલ અને અમરપરા શિવમ સોસાયટીમાં ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બનશે.
  • રૂ.6.55 કરોડના ખર્ચે નવાં-જૂનાં 23 પમ્પિંગ સ્ટેશનો પૈકી 18 લોકેશનથી કુલ 13 કિલોમીટર એરિયામાં એસટીપી સુધી રાઇઝિંગ પાઇપ નંખાશે.
  • રૂ.11.35 કરોડના ખર્ચે 50 સોસાયટીઓને આંતરિક ગટર લાઇનથી જોડવામાં આવશે. જેમાં 2000 ઘરોને આવરી લેવાશે.
અન્ય સમાચારો પણ છે...