મહેસાણા જિલ્લા કલેકટર કચેરી ખાતે દિવ્યાંગજનોની (બોલવાની અને સાંભળવાની ક્ષતિ ધરાવતા) રજૂઆતો અને ફરિયાદો જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે સાંભળી હતી. જિલ્લા કલેકટરે સમાજ સુરક્ષા અધિકારીને દર સોમવારે અને ગુરૂવારે દિવ્યાંગજનોની વાચા, ફરીયાદો અને રજુઆતો સાંભળવી તેનો સંવેદનશીલ અભિગમ થકી હકારત્મક રીતે નિકાલ લાવવા આદેશ કરાયો હતો. દર સોમવાર અને ગુરૂવારે સાઇન લેંગ્વેઝના જાણકાર થકી રજુઆતો અને ફરિયાદો સાંભળી સત્વરે નિકાલ કરવા આદેશ કર્યો હતો.
મહેસાણા જિલ્લામાં મૂક બધિર (દિવ્યાંગ) સમાજને આધારકાર્ડ, રેશનકાર્ડ, પાનકાર્ડ, મેરેજ સર્ટીફીકેટ, મમતાકાર્ડ, આરોગ્ય કાર્ય વગેરે કાર્ડ બનાવવામાં ઘણી મુશ્કેલીઓ સર્જાતી હોઇ આવી મુશ્કેલીઓ દૂર કરી દિવ્યાંગોને સરળતાથી કામગીરીનો લાભ મળી રહે તેવી વ્યવસ્થા કરવા જિલ્લા મૂકબધિર સમાજના હોદ્દેદારોએ શુક્રવારે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલની મુલાકાત લઇને રજુઆત કરી હતી.
જેમાં સમાજ સુરક્ષા અધિકારીને વિવિધ કામગીરી બાબતે સુચારૂ આયોજન કરવા જિલ્લા કલેકટર દ્વારા જરૂરી સુચનાઓ, માર્ગદર્શન આપ્યુ હતું.હોસ્પિટલમાં સારવારમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા, આર.ટી.ઇ હેઠળ બાળકોને શિક્ષણ આપવા બાબત, બધિર વ્યક્તિના લગ્ન દરમ્યાન મળતી સહાય અપાવવા વગેરે બાબતે પડતી મુશ્કેલીઓ નિવારવા અરજ કરી હતી.બસ મુસારીમાં સરકાર તરફથી 50 ટકાની મુસાફરી ભાડામાં રાહત હોવા છતાંયે ઘણીવાર પુરુ ભાડુ આપવુ પડતુ હોઇ આ અંગે ધ્યાન દોરવા રજુઆત કરાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.