તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:મધ્યાહન ભોજનનો દુકાનોમાં પડેલો જથ્થો ચેક કરવા આદેશ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચણા અને દાળ સડવા લાગ્યાની રજૂઆત બાદ તપાસ
  • બે દિવસમાં તપાસ રિપોર્ટ રજૂ કરવા મામલતદારોને સૂચના

મહેસાણા જિલ્લામાં કોરોના મહામારી દરમિયાન શાળાઓ બંધ રહેતાં મધ્યાહન ભોજન માટે ફાળવાયેલા ચણા, દાળ અને તેલનો પુરવઠો સપ્લાય કર્યા વગર સસ્તા અનાજની દુકાનોમાં પડી રહેતાં બગાડ થયાની રજૂઆત મળતાં તમામ તાલુકા મામલતદારોને એમડીએમ પરમિટ ધરાવતી દુકાનોમાં પંચનામા સાથે તપાસ કરવા સૂચના આપી છે. અગ્રતાના ધોરણે તપાસ કરી અહેવાલ આવ્યે આગળની કાર્યવાહી કરાશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી કૃપાલીબેન મિસ્ત્રીએ કહ્યું હતું.

મધ્યાહન ભોજનની પરમિટ ધરાવતી દુકાનોમાં કેટલો સ્ટોક પડ્યો છે, કેવી સ્થિતિમાં છે તે અંગે તપાસ પંચનામુ કરવા બે-ત્રણ દિવસ પહેલાં તાલુકા મામલતદારોને સૂચના અપાઇ છે. મધ્યાહન ભોજન યોજના માટેના પુરવઠાનો નિકાલ કરવા માટે કમિશ્નર કચેરીએ માર્ગદર્શન માગ્યું છે. તાલુકા કક્ષાએથી તપાસ રિપોર્ટ આવ્યે આગળની કાર્યવાહી કરાશે. કેટલી દુકાનમાં કેટલા પુરવઠાને અસર થઇ છે તે તપાસમાં ધ્યાને આવશેે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો